Friday, 31 July 2020

11 સ્પોર્ટ મોડ સપોર્ટ કરતી સિસ્કાની SW100 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ થઈ, જાણો તેની કિંમત અને ફીચર્સ

અમેરિકન ટેક કંપની સિસ્કાએ ભારતમાં વિયરેબલ માર્કેટમાં એન્ટ્રી કરી છે. કંપનીએ ભારતમાં SW100 સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેની કિંમત 2,499 રૂપિયા છે. આ સ્માર્ટવોચ અન્ય સમાર્ટવોચની જેમ જ હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગ કરે છે. સાથે જ તેમાં 11 સ્પોર્ટ મોડ પણ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે.

કિંમત અને ઓફર
સ્માર્ટવોચનું બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 2,499 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર બેંક ઓફ બરોડોનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ એક્સિક બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું કેશબેક અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 5%નું ડિસ્કાઉન્ટ મળે છે. આ સાથે જ કંપની ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપી રહી છે.

સિસ્કા SW100 સ્માર્ટવોચનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટવોચમાં 1.3 ઈંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે.
  • તેને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર રેઝિસ્ટન્ટ છે.
  • તે 24 કલાક સ્લીપ અને હાર્ટ રેટ મોનિટરિંગ કરે છે. સાથે જ તે કેલરી બર્ન અને સ્ટેપ કાઉન્ટ પણ કરે છે.
  • તેમાં કસ્ટમ વોલપેપર અને વોચ ફેસિસ પણ મળે છે.
  • સિંગલ ચાર્જમાં વોચ 15 દિવસનું બેકઅપ આપે છે.
  • તેમાં આઉટડોર સાઈકલિંગ, આઉટડોર રન, આઉટડોર વોક, ઈલિપ્ટિકલ ટ્રેનર, યોગા અને હાઈકિંગ સહિત 11 સ્પોર્ટ મોડ આપવામાં આવ્યા છે.
  • સિસ્કાની આ સ્માર્ટવોચમાં પણ અન્ય સ્માર્ટવોચની જેમ નોટિફિકેશન અલર્ટ મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
syska SW100 smartwatch supporting 11 sport modes launched in India, find out its price and features


from Divya Bhaskar https://ift.tt/3fhuqIw

No comments:

Post a Comment