
ટૂંક સમયમાં ઓનલાઈન સેલિંગ સાઈટ એમેઝોન પર સેલ શરુ થવાનો છે. આ સેલમાં સ્માર્ટફોન અને ટીવી પર 60 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન પર 100થી વધારે SMBs(સ્મોલ એન્ડ મીડિયમ સાઈઝ એન્ટરપ્રાઈઝિસ) અને સ્ટાર્ટઅપ કંપનીઓ પ્રાઈમ ડે પર 17 અલગ-અલગ કેટેગરીમાં 1000થી વધારે પ્રોડક્ટ્સ રજૂ કરશે. એમેઝોને જણાવ્યું કે, પ્રાઈમ ડે પર હજારો સ્થાનિક દુકાનો પ્રથમવાર આ પ્લેટફોર્મ પર તેમની પ્રોડક્ટ રજૂ કરશે. 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ એમ બે દિવસ સેલ ચાલશે.
એમેઝોન લોન્ચ પેડ કાર્યક્રમ હેઠળ સ્ટાર્ટઅપ કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ્સ દુનિયા સામે મૂકવા જઈ રહી છે. આ પ્રોડક્ટમાં પર્સનલ કેર, કરીયાણું અને રોજબરોજની જિંદગીમાં કામ લગતી વસ્તુઓ છે.
સેલનો લાભ લેવા પ્રાઈમ મેમ્બરશિપ હોવી જરૂરી
એમેઝોનનો પ્રાઈમ ડે સેલ ઓગસ્ટ મહિનામાં 6થી 7 તારીખ સુધી ચાલશે. પ્રાઈમ ડે સેલ દર વર્ષે થાય છે. આ સેલ ખાસ પ્રાઈમ મેમ્બર્સ માટે કરવામાં આવે છે. આ સેલમાં ભાગ લેવા પ્રાઈમ મેમ્બરશિપ હોવી જરૂરી છે. મેમ્બરશિપ 999 રૂપિયા પ્રતિ વર્ષ કે 129 રૂપિયા પ્રતિ મહિનાના ચૂકવીને લઇ શકાય છે. કંપનીની મેમ્બરશિપમાં ફ્રી ફાસ્ટ ડિલિવરીની સાથે પ્રાઈમ વીડિયો, પ્રાઈમ મ્યુઝિક અને પ્રાઈમ રીડિંગ જેવી ઓફર્સ મળે છે.
સ્માર્ટફોન્સ, ટીવી અને લેપટોપ પર મોટું ડિસ્કાઉન્ટ
સેલ દરમિયાન ઘણા ગ્રાહકો બજેટ ફોન પર ડિસ્કાઉન્ટની રાહ જોતા હોય છે. પ્રાઈમ ડે દરમિયાન ગ્રાહકોને અલગ-અલગ કંપનીના સ્માર્ટફોન પર 40 ટકાની છૂટ મળી શકે છે. સાથે જ સેમસંગ, કોડક અને TCLના સ્માર્ટટીવી પર 60 ટકા સુધીની છૂટ મળી શકે છે. આ ઉપરાંત ગ્રાહકોને HP, DELL, asus,Apple અને lenovoના લેપટોપ પર પણ 30 હજાર રૂપિયા સુધીની છૂટ મળે તેવી આશા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gfcFLm
No comments:
Post a Comment