
સાઉથ કોરિયન ટેક કંપની તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ના લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં જ કંપનીએ રશિયન, યુક્રેનિયન અને ચાઈનીઝ સાઈટ પર ફોનના કેટલાક ફોટોસ લિસ્ટ કર્યાં છે. ટેક ટિપ્સ્ટર મેક્સે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
Samsung accidently posted the Note20 Ultra in Mystic Bronze on their Russian website. It looks great! pic.twitter.com/irRWVHLq5e
— Max Weinbach (@MaxWinebach) July 1, 2020
કંપનીની વિવિધ સાઈટ પર થયેલાં લિસ્ટિંગ મુજબ, ફોનમાં 3 રિઅર કેમેરા અને S પેન સપોર્ટ મળશે. ફોનનું મિસ્ટિક બ્રોન્ઝ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં સ્પેસિફિકેશન
- લીક્સ અનુસાર ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે. ફોનમાં S પેન સપોર્ટ પણ મળી શકે છે.
- ફોનમાં 6.9 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે.
- ડિસ્પ્લેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. અર્થાત મોબાઈલની ડિસ્પ્લે 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ થઈ શકે છે.
- ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને One UI વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
- ફોનના ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
- ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BuNxRL
No comments:
Post a Comment