
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે જૂન મહિનામાં ‘ગેલેક્સી A31’ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપનીએ લોન્ચિંગ બાદ ફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે ફોનની કિંમત 20,999 રૂપિયા થઈ છે. આ કિંમત તેનાં સિંગલ વેરિઅન્ટ 6GB + 128GBની છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ પણ મળે છે.
દેશમાં ચીન વિરોધી વંટોળ વચ્ચે ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ ચાલી રહ્યો છે. તેવામાં કંપનીએ તેના પોર્ટફોલિયોમાં વધારો કરવા કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ભાવઘટાડા સાથે ICICI બેંકના ગ્રાહકોને 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે. ગ્રાહકો ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકશે.
‘ગેલેક્સી A 31’નાં બેઝિક ફીચર
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, WCDMA, GSM, 4G, 3G, 2G, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- ફોનમાં ઈન બિલ્ટ સેમસંગ પે, સેમસંગ હેલ્થ અને સેમસંગ Knoxની સુવિધા મળશે.
‘ગેલેક્સી A 31’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ |
6.4 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ sAMOLED ઈનફિનિટી-U |
OS |
એન્ડ્રોઈડ 10 વિથ One UI |
પ્રોસેસર |
MT6768 ઓક્ટા કોર |
રિઅર કેમેરા |
48MP + 8MP + 5MP + 5MP |
ફ્રન્ટ કેમેરા |
20MP |
રેમ |
6GB |
સ્ટોરેજ |
128GB એક્સપાન્ડેબલ 512GB |
બેટરી |
5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
વજન |
185 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Zr209e
No comments:
Post a Comment