
સ્વદેશી ટેક બ્રાન્ડ લાવા હવે ફરી ભારતમાં કમબેક કરવાનું વિચારી રહી છે. લાવાએ અગાઉ ટ્વીટ્સનાં માધ્યથી હિન્ટ આપી હતી કે તે ભારતમાં મિડલરેન્જના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે લાવા ઈન્ડિયાએ અપકમિંગ સ્માર્ટફોનની ડિઝાઈન માટે ‘ડિઝાઈન ઈન ઈન્ડિયા ચેલેન્જ ’કોન્ટેસ્ટ શરૂ કર્યો છે. અપકમિંગ સ્માર્ટફોનને ડિઝાઈન કરવા કંપની પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને આવકારી રહી છે. કંપનીએ આ કોન્ટેસ્ટમાં 3 અલગ અલગ કેટેગરીમાં ઈનામની પણ જાહેરાત કરી છે.
3 કેટેગરીમાંકોન્ટેસ્ટ યોજાશે
લાવાએ આ કોન્ટ્સ્ટ BTech, BE, BDes અને MDes ના વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ માટે ખુલ્લો મૂક્યો છે. આ કોન્ટેસ્ટ 3 કેટેગરીમાં હશે: 1)આઈડિએશન 2) પ્રોટોટાઈપ ક્રિએશન અને 3) પ્રેઝન્ટેશન. લાવાના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજીવ અગ્રવાલ આ કોન્ટેસ્ટના જજીંગ પેનલની આગેવાની કરશે.
લાવાના આ કોન્ટેસ્ટમાં જીતનાર ટીમને કંપની પ્રિપ્લેસમેન્ટ ઈન્ટરવ્યુ પણ ઓફર કરશે. આ કોન્ટેસ્ટ માટે ટોપ 3 ટીમ માટે ક્રમશ: 50,000 રૂપિયા, 25,000 રૂપિયા અને 15,000 રૂપિયાનું ઈનામ મળશે. કોન્ટેસ્ટ દરમિયાન કંપની તેમને ગાઈડન્સ પણ આપશે. આ કોન્ટેસ્ટ માટે 9 જૂલાઈ સુધી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ પ્રોડક્ટ્સના વિરોધના વંટોળ વચ્ચે ઈન્ડિયન ટેક બ્રાન્ડ્સ હવે કમબેકનો વિચાર કરી રહી છે. લાવા સાથે કાર્બન અને માઈક્રોમેક્સે પણ તેની તૈયારી દર્શાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eUmSvY
No comments:
Post a Comment