
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ યુઝર્સ ફ્રેન્ડલી ફીચર્સ ઉમેરવામાં જરાય કચાસ રાખતું નથી. કંપનીએ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ બંને માટે QR કોડ સપોર્ટ, એનિમેટેડ સ્ટિકર, ડાર્ક મોડ ફોર વેબ સહિતના અનેક ફીચર્સ લોન્ચ કર્યાં છે. જોકે આ ફીચરનો લાભ હાલ તમામ યુઝર્સને નહીં મળે. આગામી કેટલાક અઠવાડિયાં સુધીમાં તમામ યુઝર્સ સુધી તમામ ફીચર્સ પહોંચી જશે. આ તમામ ફીચર્સનો લાભ કેટલાક બીટા યુઝર્સને પહેલાંથી જ મળી રહ્યો છે. આવો જાણીએ વ્હોટ્સએપના મજેદાર ફીચર્સ કયા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય...
એનિમેટિડ સ્ટિકર
આ ફીચર્સ લોન્ચ કરીને કંપની સ્વદેશી એપ હાઈક સાથે મેદાનમાં ઉતરી છે. અગાઉ વ્હોટ્સએપ સ્ટિકર સપોર્ટ કરતું જ હતું, પંરતુ તેમાં એનિમિટેડ સ્ટિકરનો સમાવેશ ન હતો. હવે યુઝર્સ થર્ડ પાર્ટી એપ દ્વારા ચેટિંગના એક્સપિરિઅન્સનો વધુ સારો બનાવવા માટે એનિમેટેડ સ્ટિકરનો પણ ઉપયોગ કરી શકશે.
QR કોડ સપોર્ટ
આ ફીચર iOS અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે લોન્ચ થયું છે. તેની મદદથી યુઝર્સ અન્ય યુઝર્સને QR કોડ સેન્ડ કરી ચેટ માટે આમંત્રિત કરી શકશે. જોકે આ ફીચરમાં અન્ય યુઝર્સ મોબાઈલ નંબર જોઈ શકશે તેથી તેની પ્રાઈવસી ફીચર તરીકે ગણતરી ન કરી શકાય. જો તમે લકી વ્હોટ્સએપ યુઝર્સ હશો તો આ ફીચરનો લાભ તમે વ્હોટ્સએપ સેટિંગમાં જઈને તેનો ઉપયોગ કરી શકશો.
ડાર્ક મોડ સપોર્ટ
કંપનીએ ગત વર્ષે જ iOS અને એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે ડાર્ક મોડ લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ વ્હોટ્સએપ વેબ અને ડેસ્કટોપ યુઝર્સ માટે તેને લોન્ચ કર્યો છે. મોબાઈલની જેમ ડેસ્કોટોપમાં પણ થીમમાં જઈને ડાર્ક મોડ ઓન કરી શકાશે.
ગ્રૂપ કોલિંગ લિમિટ
લોકડાઉનમાં ગ્રૂપ વીડિયો/ઓડિયો કોલિંગની ડિમાન્ડને ધ્યાનમાં રાખીએ હવે કંપનીએ ગ્રૂપ વીડિયો કોલિંગ લિમિટ 8 મેમ્બર્સની કરી છે. અગાઉ આ લિમિટ 4 મેમ્બર્સની જ હતી. ઝૂમ સહિતની વીડિયો કોન્ફરન્સિંગ એપને ટક્કર આપવા કંપનીએ ગ્રૂપ કોલિંગ લિમિટમાં વધારો કર્યો છે. ગ્રૂપમાં જઈને કોલિંગ આઈકોન પર ક્લિક કરી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.
સ્ટેટસ ફોર KaiOS
કંપની આ વખતે KaiOS યુઝર્સ માટે પણ નવું ફીચર લાવી છે. જિઓ અને નોકિયા સહિતના કેટલાક ફીચર ફોનમાં KaiOS ઓપેરેટિંગ સિસ્ટમ હોય છે. KaiOS યુઝર્સ હવે એન્ડ્રોઈડ અને iOS યુઝર્સની જેમ સ્ટેટસ અપડેટ કરી શકશે. જે 24 કલાકમાં આપમેળે ડિલીટ થઈ જશે. અગાઉ કંપનીએ સ્ટેટસમાં વીડિયો માટે 15 સેકન્ડની લિમિટ સેટ કરી હતી હવે ફરી તેને પહેલાંની જેમ જ 30 સેકન્ડ્સની કરવામાં આવી છે.
આ ઉપરાંત વ્હોટ્સએપ મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર પણ કામ કરી છે. હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એક સાથે 4 મોબાઈલ/ટેબ્લેટ/ડેસ્કટોપમાં વ્હોટ્સએપ એક્સેસ કરી શકે છે. હાલ માત્ર વ્હોટ્સએપ વેબથી મોબાઈલ/ટેબ્લેટથી માત્ર ડેસ્કટોપ પર જ વ્હોટ્સએપ ઓપરેટ કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Zz6WZG
No comments:
Post a Comment