
યુટ્યુબ પર દુનિયાભરમાંથી રોજ અલગ-અલગ કન્ટેન્ટ ઉમેરાઈ રહ્યું છે. ઘણા યુઝર્સના વીડિયોને કંપની ડિલીટ કરી દે છે, તો ઘણાના વીડિયો દુનિયાભરમાં ફેમસ થાય છે. અનેક યુઝર્સને પ્રશ્નો પણ થતા હશે કે યુટ્યુબ કામ કેવી રીતે કરતું હશે ! ગૂગલે યુઝર્સના આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સ્પેશિયલ વેબસાઈટ લોન્ચ કરે છે. આ વેબસાઈટનું નામ છે, ‘હાઉ યુટ્યુબ વર્કસ’. કંપનીએ યુઝર્સ સાથેના પારદર્શક માપદંડ અને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને લઈને કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપવા વેબસાઈટનો આઈડિયા વિચાર્યો છે.
ગૂગલે જણાવ્યું કે, આ વેબસાઈટ યુઝરને યુટ્યુબ ચાઇલ્ડ સેફટી, જોખમી કન્ટેન્ટ, ખોટી માહિતી, કોપીરાઈટ અને હાલ કોરોના ટાઈમમાં કેવી રીતે કામ કરે છે તે સમજાવશે. યુટ્યુબની ગાઈડલાઈન્સ અને પોલિસી વિશે પણ યુઝરને માહિતી આપશે જેથી યુઝરને કેવું કન્ટેન્ટ પ્લેટફોર્મ પર અપલોડ કરવું અને કેવું નહિ તેની ખબર પડે.
નેક્સ્ટ જનરેશનના ક્રિએટર્સ અને આર્ટિસ્ટ માટે કંપની જરૂરી ડેટા, રેકોર્ડ અને કરન્ટ ટ્રેન્ડ પણ જાહેર કરશે. ગૂગલ સૌથી પહેલાં આ વેબસાઈટ અમેરિકામાં યુઝર્સ માટે લોન્ચ થશે અને તે પછી ભારત સહિત અન્ય દેશમાં ઉપલબ્ધ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YT24jf
No comments:
Post a Comment