સ્વદેશી ટેલિકોમ કંપની જિઓએ વીડિયો કોન્ફરન્સિંગ માર્કેટમાં જંપ લાવ્યું છે. જિઓએ પોતાની વીડિયો કોન્ફરન્સિંગ એપ ‘જિઓ મીટ’ લોન્ચ કરી છે. હાલ વર્ક ફ્રોમ વલણ વધતું જતું હોવાથી ઝૂમ અને ગૂગલ ડુઓને ટક્કર આપવા કંપનીએ સ્વદેશી વીડિયો કોન્ફરન્સિંગ એપ લોન્ચ કરી છે. આ એપમાં 100 મેમ્બર્સ એક સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે.
એપનાં એન્ડ્રોઈડ, iOS, માઈક્રોસોફ્ટ અને ક્રોમ વર્ઝન લોન્ચ થયાં છે. મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડીથી એપ એક્સેસ કરી શકાશે. તેમાં પાસવર્ડ પ્રોટેક્શન અને હોસ્ટ કન્ટ્રોલ પણ મળે છે.
‘જિઓ એપ’નાં ફીચર્સ
- આ એપ પર પણ ઝૂમની જેમ 100 મેમ્બર્સ ભાગ લઈ શકે છે.
- એપ HD ક્વૉલિટી ઓડિયો અને વીડિયો સપોર્ટ કરે છે.
- કંપની દિવસમાં અનલિમિટેડ વીડિયો કોન્ફરન્સિંગ ઓફર કરે છે.તેમાં મલ્ટિ ડિવાઈસ લોગઈન સપોર્ટ પણ કરે છે. તેની લિમિટ 5 ડિવાઈસ સુધીની છે. કોન્ફરન્સ દરમિયાન પણ યઝર્સ પોતાના અલગ અલગ ડિવાઈસમાંથી તેનો એક્સેસ મેળવી શકે છે.
- એપમાં સ્ક્રીન શેરિંગ અને સેફ ડ્રાઈવિંગ મોડ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
મે મહિનાથી એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. ફાઈનલી હવે તેને લોન્ચ કરવામાં આવી છે. પ્લે સ્ટોર પર એપને યુઝર્સના સારા રિવ્યૂ મળી રહ્યા છે. અત્યાર સુધી એપને 1 લાખથી વધારે ડાઉનલોડ્સ પણ મળી ચૂક્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3e2Bdpf
No comments:
Post a Comment