Thursday, 2 July 2020

એડિટ બટનની માગ કરતાં યુઝર્સને ટ્વિટરનો જવાબ; ‘જે દિવસે તમામ લોકો માસ્ક પહેરતાં થઈ જશે ત્યારે એડિટ બટન લોન્ચ થશે’

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર હાલ તમામ લોકો માટે એક ઉપયોગી માધ્યમ છે. પોલિટિકલ પર્સનથી લઈને સામાન્ય જનતા તેનો ઉપયોગ કરી રહી છે. ટ્વિટર અવારનવાર નવાં ફીચર લોન્ચ કરે છે દરેક વખત યુઝર્સ ‘એડિટ બટન’ની માગ કરતાં હોય છે. ફાઈનલી તેના વિશે ટ્વિટરે ટ્વીટ કર્યું છે. કંપનીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘જે દિવસે તમામ લોકો માસ્ક પહેરતાં થઈ જશે ત્યારે એડિટ બટન લોન્ચ થશે.’

ટ્વિટરમાં અનેકો વખત એડિટ બટનની માગ ઊઠી છે. ફેક ન્યૂઝ અટકાવવા એને ગેરસમજ ન ફેલાય તે માટે વર્ષોથી ટ્વિટરમાં એડિટ બટનની યુઝર્સ રાહ જોઈ રહ્યા છે. હાલ ટ્વિટરમાં એક વખત ટ્વીટ કર્યા બાદ તેને એડિટ કરી શકાતું નથી. જો યુઝરની કોઈ ભૂલ હોય તો તેણે ટ્વીટને ડિલીટ જ કરવું પડે છે. અવારનવાર એડિટ ટ્વીટની માગણીઓ યુઝર્સ કરતાં હોય છે, પરંતુ કંપનીએ આ ટ્વીટ કરીને હિન્ટ આપી છે કે કદાચ ટ્વિટરમાં ક્યારેય એડિટ બટન નહીં જોવા મળે.

ટ્વિટરના કો ફાઉન્ડર અને CEO જેક ડોર્સીએ ગત વર્ષે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, ટ્વિટર કદાચ ક્યારેય એડિટ બટન ફીચર લોન્ચ નહીં કરે. કંપનીના આ ટ્વીટ પર યુઝર્સની કમેન્ટ્સનો ઢગલો થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter's response to users asking for an edit button; 'Edit button will be launched on the day when everyone wears a mask'


from Divya Bhaskar https://ift.tt/3gnY8gc

No comments:

Post a Comment