
ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ ફરી એક વાર ડેટા બ્રીચના મામલામાં સંપડાઈ છે. જોકે આ કામ કોઈ હેકર્સે નહીં પરંતુ કંપનીએ પોતે જ કર્યું છે. કંપનીએ ભૂલથી અનેક યુઝર્સના ઈમેઈલ આઈડી લીક કર્યાં છે. કંપનીએ પોતાના એક રિસર્ચ માટે કેટલાક યુઝર્સને બલ્ક ઈમેઈલ મોકલ્યા છે. તેમાં કોઈ ગુનો નથી, પરંતુ કંપનીએ ઈમેઈલ 'BCC' સેક્શનના બદલે 'To'માં અટેચ કરતાં આ સમસ્યા સર્જાઈ છે. ટેક ફર્મ એન્ડ્રોઈડ પોલીસના રિપોર્ટ અનુસાર, આ સંખ્યા હજારોમાં છે.
ડેટા બ્રીચ સાથે કંપનીનો જૂનો સંબંધ
ગત મહિને કંપનીને સિક્યોરિટી ચેલેન્જનો સામનો કરવો પડ્યો હતો. કંપનીની આઉટ ઓફ વૉરન્ટી રિપેર અને એડવાન્સ એક્સચેન્જિંગ ઈનવોઈસ સિસ્ટમે નામ, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ, IMEI નંબર અને એડ્રેસ સહિતની માહિતી લીક કરી હતી. જોકે આ ખામીથી અમેરિકાના ગ્રાહકો પ્રભાવિત થયા હતા. કંપનીએ ખામીની જાણ થતાં જ તેને સુધારી હતી. આ ડેટા બ્રીચની સરખામણીએ હાલમાં થયેલો ડેટા બ્રીચ નાનકડો કહી શકાય છે. જોકે વાંરવાર ડેટા બ્રીચની ઘટનાઓ સામે આવતાં હવે કંપનીની સિક્યોરિટી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
વર્ષ 2018માં 40 હજાર ગ્રાહકોની ક્રેડિટ કાર્ડની ડિટેઈલ્સ ચોરી થઈ
કંપનીએ વર્ષ 2018માં સ્વીકાર્યું હતું કે આશરે 40 હજાર ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી થઈ છે. તેના માટે કંપનીની વેબસાઈટના પેમેન્ટ પેજ પર રહેલો મેલિશિયસ કોડ જવાબદાર હતો. કંપનીએ એ સમયે પોતાના ગ્રાહકોને બેંક સ્ટેટમેન્ટ્સ પર નજર રાખવા માટે કહ્યું હતું.
નવેમ્બર 2019માં સિસ્ટમ હેક થઈ હતી
ગત વર્ષે કંપની હેકિંગનો શિકાર થઈ હતી. તેમાં ગ્રાહકોના નામ, ઈમેઈલ આઈડી અને શિપિંગ એડ્રેસ સહિતનો ડેટા ચોરી થયો હતો. જોકે કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે પેમેન્ટ ડેટા અને પાસવર્ડ થર્ડ પાર્ટી દ્વારા એક્સેસ અથવા લીક કરવામાં આવ્યા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZYTwaN
No comments:
Post a Comment