Friday, 24 July 2020

સ્વદેશી ઓનલાઈન શોપિંગ એપ JioMartને લોન્ચિંગના થોડા દિવસમાં જ 10 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા, ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર એપ ટોપ-3માં

રિલાયન્સ જિયોની ઓનલાઈન શોપિંગ એપ JioMart લોન્ચિંગના થોડા દિવસમાં જ લોકોની પસંદ બની છે. કંપનીએ અગાઉ વેબસાઈટ લોન્ચ કર્યા બાદ થોડા દિવસ પહેલાં પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર JioMart એપ લોન્ચ કરી હતી. ઓનલાઈન ગ્રોસરી સેગમેન્ટમાં ગ્રાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર એપને 10 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.

એપ સ્ટોર પર એપ બીજા અને ગૂગલ સ્ટોર પર ત્રીજા સ્થાને
શોપિંગ લિસ્ટમાં આ સ્વદેશી એપ પ્લે સ્ટોર પર ત્રીજા અને એપ સ્ટોર પર બીજા સ્થાને છે. ડાઉનલોડ્સની સંખ્યા સાથે એપ પર ઓર્ડર પણ સારા પ્રમાણમાં મળી રહ્યા છે. સોડેક્સો કૂપનનો ઉપયોગ કરીને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે. તેનો ફાયદો ગ્રાહક સાથે કંપનીને પણ થઈ રહ્યો છે.

વેબસાઈટના અકાઉન્ટથી પણ ઓર્ડર કરાવી શકાશે
અગાઉ વેબસાઈટ પર બનાવેલા અકાઉન્ટથી પણ યુઝર્સ એપ પર ઓર્ડર બુક કરાવી શકે છે. કંપનીએ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું અકાઉન્ટ સિન્ક રાખ્યું છે. એટલે ગ્રાહકો એક જ અકાઉન્ટથી વેબસાઈટ અને એપ્લિકેશન ઓપરેટ કરી શકે છે.

એપ પર દરરોજ 2.5 લાખ ઓર્ડર બુક થાય છે
એક રિપોર્ટ અનુસાર, JioMart એપ પર પ્રતિ દિવસ 2.5 લાખ ઓર્ડર બુક થાય છે. ઓનલાઈન ગ્રોસરી સેગ્મેન્ટમાં આ આંકડો વધારે છે. દિવસેને દિવસે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

JioMartની સુવિધા 200 શહેરમાં ઉપલબ્ધ
મે મહિનામાં કંપનીએ 200 શહેર સાથે JioMartની શરૂઆત કરી હતી. 90 શહેરના ગ્રાહકો પ્રથમ વખત ગ્રોસરીનાં ઓનલાઈન શોપિંગ સાથે જોડાયા હતા. એપ પર અન્ય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ કરતાં 5% ઓછી કિંમતે ગ્રોસરી મળે છે.

ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ સર્વિસ શરૂ થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ AGMમાં જણાવ્યું હતું કે, JioMart હવે તેની પહોંચ અને ડિલિવરી ક્ષમતાઓેને વધારવા પર ભાર આપશે. ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે અને સારા શોપિંગ એક્સપિરિઅન્સ માટે કંપની પ્રતિબદ્ધ છે. ગ્રોસરી સિવાય કંપની આગામી દિવસોમાં ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ક્ષેત્રોને પણ આવરી લેશે. ફેસબુક સાથે ડીલની જાહેરાત કરતાં સમયે મુકેશ અંબાણીએ દેશના 12 કરોડ ખેડૂતો અને 3 કરોડ ગ્રોસરી દુકાનદારોને જોડવાની વાત કરી હતી.

વર્ષ 2024 સુધી 50% માર્કેટશેર હાંસલ કરશે
વેશ્વિક બ્રોકર હાઉસ ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ અનુસાર, રિલાયન્સની ફેસબુક સાથેની ડીલ બાદ કંપની ઓનલાઈન ગ્રોસરી સ્પેસમાં માર્કેટ લીડર બની શકે છે. વર્ષ 2024 સુધીમાં કંપની 50% માર્કેટ શેર હાંસલ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indigenous online shopping app JioMart received over 1 million downloads in just a few days of its launch, in the top 3 apps on Google Play Store and App Store.


from Divya Bhaskar https://ift.tt/39pXqwy

No comments:

Post a Comment