
ટેક જાયન્ટ ગૂગલે ભારતના જૂન મહિનાના ગૂગલ ટ્રેન્ડના આંકડાઓ રજૂ કર્યા છે. ગૂગલના રિપોર્ટ અનુસાર, ગૂગલને ભારતીયોએ સૌથી વધારે સુશાંત સિંહ રાજપૂત વિશે પૂછ્યું હતું. મે મહિના કરતાં જૂન મહિનામાં કોરોનાવાઈરસનું સર્ચિંગ ઓછું જોવા મળ્યું હતું. જૂન મહિનામાં સુશાંત સિંહ રાજપૂત, સોલાર ઈક્લિપ્સ (સૂર્ય ગ્રહણ) અને કોરોનાવાઈરસ ટોપ 3 ટોપિક્સ બન્યા છે.
ભારતમાં નાગાલેન્ડ અને ત્યારબાદ અરુણાચલ પ્રદેશના લોકોએ 14 જૂને સૌથી વધારે સુશાંત સિંહ રાજપૂત વિશે ગૂગલ સર્ચ કર્યું હતું. બોલિવુડ એક્ટર સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. 21 જૂને થનારા સૂર્ય ગ્રહણનાં સર્ચિંગમાં 4550%નો વધારો નોંધાયો હતો. તે જ દિવસે ફાધર્સ ડે પણ હોવાથી તેના સર્ચિંગમાં 1050%નો વધારો નોંધાયો હતો.
જૂન મહિનમાં મે મહિના કરતાં ‘કોરોનાવાઈરસ’ના સર્ચિંગમાં 66%નો ઘટાડો નોંધાયો છે. કોરોનાવાઈરસ રિલેટેડ સર્ચમાં ‘coronavirus news’ અને ‘कोरोना समाचार’નું સર્ચિંગ 3450% વધ્યું હતું. ગોવા, દિલ્હી અને છત્તીસગઢના લોકોને તેમાં સૌથી વધારે રસ પડ્યો હતો.
ભારતીયો કોરોનાવાઈરસની વેક્સીન વિશે પણ ગૂગલને પૂછવામાં પાછા નથી રહ્યા. ‘vaccine for coronavirus latest update’ સર્ચમાં જૂન મહિનામાં 1350%નો વધારો નોંધાયો છે. આ સિવાય ‘Patanjali corona medicine’ સર્ચ પણ ટેન્ડિંગમા સામેલ હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eWDtzl
No comments:
Post a Comment