Friday, 31 July 2020

CERTની ચેતવણી: ગૂગલ અપડેટમાં ‘બ્લેકરૉક’ માલવેર પણ હોઈ શકે છે, તમારી બેંકિંગ સહિતની પર્સનલ ડિટેલ ચાઉ કરી જશે

સરકારની ટોપ સાઈબર સિક્યોરિટી ફર્મ CERT (કમ્પ્યૂટર એનર્જી રિસ્પોન્સ ટીમ)એ ‘બ્લેકરૉક’ માલવેર વિશે ચેતવણી જાહેર કરી છે. સંસ્થાએ એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી આપી છે કે, આ માલવેર હાલ સાઈબરસ્પેસમાં હાજર છે અને તે તમારી બેંકિંગ સહિતનો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે.

એડવાઈઝરીમાં CERTએ જણાવ્યું છે કે, આ માલવેર ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી કરી શકે છે સાથે જ આ વાઈરસ ઈમેઈલ, ઈ કોમર્સ એપ્સ, સોશિયલ મીડિયા એપ્સનાં માધ્યમથી પણ ડેટા ચોરી કરી શકે છે. આ વાઈરસ આખી દુનિયાના એન્ડ્રોઈડ યુઝર્સને ટાર્ગેટ બનાવી રહ્યો છે.

ગૂગલ અપડેટની આડમાં ડેટાચોરી
‘BlackRock’ વાઈરસ એટલો હોંશિયાર છે કે તે એન્ડ્રોઈડ યુઝરને ગૂગલ અપડેટ તરીકે પોતાની હાજરી પુરાવે છે, જેથી યુઝર આસાનીથી છેતરાઈને તેને ઈન્સ્ટોલ કરી લે છે. એક વાર યુઝર તેને ડાઉનલોડ કરી લે અને તમામ પરમિશન આપી દે, એટલે તે ડિવાઈસમાં પોતાનો આઈકોન છુપાવીને બેકગ્રાઉન્ડમાં રહીને યુઝર્સનો ડેટા ચોરી કરવા માંડે છે.

337 એપ્સ ટાર્ગેટ પર
આ વાઈરસની શોધ નેધરલેન્ડ્સની ઈન્ટેલિજન્સ ફર્મ થ્રેટફેબ્રિકે કરી છે. તે મૂળ Xerxes વાઈરસનો સ્ટ્રેન છે. આ વાઈરસ યુઝરના પર્સનલ ડેટા સહિત ક્રેડિટ કાર્ડની માહિતી પણ ચોરી કરી શકે છે. આ વાઈરસ અવાસ્ટ, AVG, બિટડિફેન્ડર, Eset, ટ્રેન્ડ માઈક્રો અને McAfee જેવા જાણીતા એન્ટિવાઈરસ સોફ્ટવેરના ઉપયોગને રોકવાની અને તેને ધીમા પાડી દેવાની ક્ષમતા પણ ધરાવે છે. રિપોર્ટ મુજબ, એમેઝોન, ગૂગલ પ્લે સર્વિસ, Gmail, માઈક્રોસોફ્ટ આઉટલુક અને નેટફ્લિકસ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્કાઈપ, ટ્વિટર,ઉબર સહિતની કુલ 337 એપ્સ પર આ વાઈરસ હુમલો કરી શકે છે.

આ માલવેર આપણી ડિવાઈસમાં ઘૂસી ગયા બાદ તે બીજી પણ ઘણી ભાંગફોડ કરી શકે છે. જેમ કે,

  • SMS ઈન્ટરસેપ્ટ કરી શકે છે
  • જથ્થાબંધ સ્પૅમ SMSનો ધોધ લાવી શકે છે
  • આપમેળે જ અન્ય એપ્સ સ્ટાર્ટ કરી શકે છે
  • અમુક ચોક્કસ પુશ નોટિફિકેશન જ બતાવે
  • મોબાઈલના એન્ટિવાઈરસ સોફ્ટવેરમાં પણ ભાંગફોડ કરી શકે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CERT Warning: Google Update may contain 'BlackRock' malware, leaking personal details including your banking


from Divya Bhaskar https://ift.tt/30g9td6

No comments:

Post a Comment