
મોટોરોલા તેના અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G9 પ્લસ’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં જ ફોન જાપાનની એક સર્ટિફિકેશન વેબસાઈટ પર લિસ્ટ થયો છે. આ લિસ્ટિંગમાં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યા છે. તે મુજબ ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ અને 4,700mAhની બેટરી મળશે.
‘મોટો G9 પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન
- જાપાનની વેબસાઈટના લિસ્ટિંગ મુજબ, મોટોરોલાના આ અપકમિંગ ફોનનું 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
- આ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
- લીક્સ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટોરોલાના આ મિડલ રેન્જ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 12MPનો પંચ હોલ ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,700mAhની બેટરી મળશે.
- આ ફોનની કિંમત EUR 277 (આશરે 24,000 રૂપિયા) હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3132gfw
No comments:
Post a Comment