
કોરોનાવાઈરસને લીધે હાલ બાળકોના અભ્યાસથી લઈને ઓફિસના કામનું ડિજિટલાઈઝેશન થઈ ગયું છે. તેના ફાયદા સાથે કેટલાક ગેરફાયદા પણ છે. વિવિધ હેતુ માટે સતત મોબાઈલ સ્ક્રીન સામે રહેવાથી સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે. તમારા બાળકો અને પરિવારના સભ્યો તેમના મોબાઈલ પર કેટલો સ્ક્રીન ટાઈમ વિતાવી રહ્યા છે તેનું મોનિટરિંગ કરવા માટે માઈક્રોસોફ્ટે હવે એન્ડ્રોઈ અને iOS યુઝર્સ માટે ‘માઈક્રોસોફ્ટ ફેમિલી સેફ્ટી’ એપ લોન્ચ કરી છે. એપ્સને પ્લે સ્ટોર પર 5 હજારથી વધુ ડાઉનલોડ્સ મળી ચૂક્યા છે.
કંપનીએ આ એપને માર્ચ મહિનામાં રજૂ કરી હતી. અત્યાર સુધી તેનો ઉપયોગ માત્ર માઈક્રોસોફ્ટ યુઝર્સ જ કરી શકતા હતા. આ એપની મદદથી સ્ક્રીન ટાઈમ લિમિટ સેટ કરી શકાય છે. પેરેન્ટ્સ તેમના બાળકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી 30 મિનિટ, 1 કલાક અને 2 કલાક જેવા ટાઈમની પસંદગી કરી લિમિટ સેટ કરી શકે છે. પેરેન્ટ્સને આ એપ તેમના બાળકોની મોબાઈલ ફોન સાથેની તમામ ગતિવિધિની માહિતી આપે છે.
‘માઈક્રોસોફ્ટ ફેમિલી સેફ્ટી’ એપનાં ફીચર્સ અને સ્પેસિફિકશેન
- આ એપમાં વિવિધ એપ્સ માટે અલગ અલગ ટાઈમ લિમિટ સેટ કરી શકાય છે. તેથી બાળક ઓનલાઈન અભ્યાસના બહાને મોબાઈલમાં ગેમ્સ ન રમવા માટે તેનું ધ્યાન રાખી શકાય છે.
- યુઝર્સને વીકલી, ડેઈલી અને વીકેન્ડ જેવાં સ્લોટ્સમાં ટાઈમ લિમિટ સેટ કરવા મળશે.
- એપમાં લોકેશન ટ્રેસિંગ ફીચર પણ મળે છે. તેથી પેરેન્ટ્સ તેમનાં બાળકોનું લોકેશન પણ સરળતાથી મોનિટરિંગ કરી શકે છે.
- તેમાં બ્લોક અને અનલોક એપ્સ સહિતનાં ફીચર્સથી પેરેન્ટ્સ તેમના બાળકોની ગતિવિધિ પર વધારે કન્ટ્રોલ રાખી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2P8LWEq
No comments:
Post a Comment