
ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ ‘આઈફોન SE (2020)’ પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આઈફોનનું 64GB વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર 40,999 રૂપિયાનો પ્રાઈસ ટેગ ધરાવે છે. ફ્લિપકાર્ટ એપલ ડે સેલ અંતર્ગત બેઝિક વેરિઅન્ટ 37,399 રૂપિયામાં ઓફર કરી રહી છે. જોકે તેનો લાભ HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સને જ મળશે.
કંપનીના એપલ ડે સેલનો આજે છેલ્લો દિવસ છે. આજે મધરાત સુધી ફોનની ખરીદી ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. કંપની 128GB અને 256GB સ્ટોરેજ ધરાવતા વેરિઅન્ટ પર પણ 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ ‘નો કોસ્ટ EMI’ અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને 5%નું કેશબેક પણ મળે છે.
એપ્રિલ મહિનામાં લોન્ચિંગ સમયે ‘આઈફોન SE’ની કિંમત
64GB: 42,500 રૂપિયા
125GB: 47,800 રૂપિયા
256GB: 58,300 રૂપિયા
આઈફોન SE (2020)’ની કેટલીક ખાસ વાતો:
- ‘આઈફોન SE (2020)’માં પોટ્રેટ મોડ, HDR અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.
- સિક્યોરિટી માટે આઈફોનમાં ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આઈફોનની બેટરી 18 વૉટના અડેપ્ટર સાથે 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
- તેને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત આઈફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડાઈ સુધી સ્પ્લેશ, વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે.
- કનેક્ટિવિટી માટે આ આઈફોનમાં LTE, Siri7, બ્લુટૂથ 5.0, NFC, GPS/GNSS, Wi-Fi 6 અને USB પોર્ટ મળશે.
- આઈફોન ડ્યુઅલ નેનો/ઈ-સિમ સપોર્ટ કરે છે.
‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ |
4.7 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
રેટિના HD (1344X750) |
OS |
iOS 13 |
પ્રોસેસર |
A13 બાયોનિક |
રિઅર કેમેરા |
12MP |
ફ્રન્ટ કેમેરા |
7MP |
સ્ટોરેજ |
64GB/128GB/256GB |
વજન |
148 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33135rK
No comments:
Post a Comment