Tuesday, 28 July 2020

‘ગૂગલ પિક્સલ 4a’ સ્માર્ટફોન 3 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે, જાણો ફોન કયા સ્પેસિફિકેશનથી સજ્જ હશે

ટેક જાયન્ટ ગૂગલ તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘ગૂગલ પિક્સલ 4a’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટેક ટિપ્સ્ટર જોન પ્રમાણે કંપની 3 ઓગસ્ટે આ ફોન લોન્ચ થઈ શકે છે. જોને ટ્વીટ કરીને 100% ખાતરી આપી છે કે ‘ગૂગલ પિક્સલ 4a’ 3 ઓગસ્ટે લોન્ચ થશે.

જોકે ફોનનાં લોન્ચિંગ વિશે હજુ સુધી કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. અગાઉ ફોન 3 જૂને યોજાનાર ડેવલપર ઈવેન્ટમાં લોન્ચ થવાનો હતો, પરંતુ તેનું લોન્ચિંગ ટળ્યું હતું. તાજેતરમાં જ ફોન ગૂગલના કેનેડા સ્ટોરમાં સ્પોટ થયો હતો. તે મુજબ ફોનમાં સિંગલ હોલ પંચ ડિસ્પ્લે અને સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. ફોનનું બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

‘ગૂગલ પિક્સલ 4a’નાં સ્પેસિફિકેશન

  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને લીક અનુસાર, આ ફોનમાં 5.8 ઈંચની પંચ હોલ ડિસ્પ્લે મળી શકે છે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને સ્નેપડ્રેગન 730 પ્રોસેસર મળી શકે છે.
  • ફોનનાં 64GB અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • અમેરિકન ટેક વેબસાઈટ ધ વર્જના રિપોર્ટ પ્રમાણે ફોનમાં સિંગલ રિઅર કેમેરા આપવામાં આવી શકે છે.
  • 64GB સ્ટોરેજ ધરાવતા વેરિઅન્ટની કિંમત $299 (આશરે 22,400 રૂપિયા) અને 128GB સ્ટોરેજ ધરાવતા વેરિઅન્ટી કિંંમત $349 (આશરે 26,100 રૂપિયા) હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Google Pixel 4a' smartphone may launch on August 3, find out what specifications the phone will be equipped with


from Divya Bhaskar https://ift.tt/30QZpX2

No comments:

Post a Comment