
માઈક્રોસોફ્ટે તેના નેક્સ્ટ જનરેશન ગેમિંગ કોન્સોલ ‘Xbox સિરીઝ X’માં મળનારી ગેમ્સને ઉજાગર કરી છે. આ લિસ્ટમાં મોસ્ટ અવેઈટેડ ગેમ ‘હેલો ઈન્ફિનિટી’ સામેલ છે. કંપનીનો દાવો છે કે, આ ગેમ્સ અત્યાર સુધીની સૌથી મોટી અને એમ્બિશિયસ ગેમ છે. આ એક ફાઈટ બેઝ્ડ ગેમ છે.
‘હેલો ઈન્ફિનિટી’ સ્ટુડિયોના હેડ ક્રિસ લી જણાવે છે કે, ‘અમે ખાતરી આપીએ છીએ કે આ ગેમ અમારા ફેન્સને ખૂબ પસંદ પડશે. આ ગેમ નવા ગેમર્સ માટે સારી એન્ટ્રી છે.’ આ ગેમમાં હાઈ રિઝોલ્યુશન ગ્રાફિક્સને રેન્ડર કરવા માટે પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ થયો છે.
હેલો નેબર 2

પ્રિ શૉ દરમિયાન કંપનીએ 5 ગેમ્સ શૉકેસ કરી છે. તેમાં ‘હેલો નેબર 2’ ગેમ પણ સામેલ છે. આ ગેમ પોપ્યુલર હોરર ગેમની નેક્સટ સિરીઝ છે. આ ગેમમાં યુઝરે તેના પાડોશીના બેઝમેન્ટમાં એક રહસ્ય ઉજાગર કરવાનું રહેશે. તેમાં યુઝરે તેના પાડોશીને શોધવાનો પ્રયાસ કરવાનો છે જે ગુમ થયેલો હોય છે. આ ગેમને વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવશે.
સ્ટેટ ઓફ ડિકે 3

આ ગેમ ઝોમ્બી સર્વાઈવલ ફ્રેન્ચાઈઝીની આગામી ગેમ છે. માઈક્રોસોફ્ટે વર્ષ 2018માં ‘સ્ટેટ ઓફ ડિકે’ ગેમ બનાવનાર સ્ટુડિયોનું ટેક ઓવર કર્યું હતું. વર્ષ 2018ના સિક્વલના ટ્રેલરમાં એક મહિલા એક ઝોમ્બી મૂસનો શિકાર કરતી નજરે પડે છે.
ફોર્ઝા મોટરસ્પોર્ટ

આ ગેમ એક રેસિંગ ગેમ છે. હાલ આ ગેમને ડેવલપ કરવામાં આવી રહી છે. તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
એવરવાઈલ્ડ

આ એક જાદુઈ દુનિયા છે, જેમાં અલગ પ્રકારના પશુઓ હોય છે. આ ગેમનું કંપનીએ ટ્રેલર શૉ કેસ કર્યું છે. આગામી વર્ષે આ ગેમ લોન્ચ થઈ શકે છે.
ટેલ મી વાય

આ ગેમ સ્ટોરી બેઝ્ડ જોડિયા બાળકો પર આધારિત છે. ગેમમાં ભૂતકાળને જોઈ શકાય છે. ગેમર્સ દ્વારા પસંદગી કરાયેલાં વિકલ્પોને આધારે તેનો અંત બદલી શકાય છે. આ ગેમને 27 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hFuzHI
No comments:
Post a Comment