
ટેક જાયન્ટ એપલ આ વર્ષના અંત સુધીમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એપલ ફેન્સ આઈફોન 12નાં લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છે. iHacktu પ્રો નામનું ટ્વિટર અકાઉન્ટ ચલાવતા ટેક ટિપ્સ્ટરે ટ્વીટ કરીને અપમકિંગ પ્રોડક્ટ્સના લોન્ચિંગની હિન્ટ આપી છે.
It’s leaker on Twitter @komiya_kj pic.twitter.com/nSq6OTca3n
— iHacktu Pro (@ihacktu) July 25, 2020
કંપની વાયલેસ ચાર્જિંગ પેડ પણ લોન્ચ કરી શકે છે
- ટેક ટિપ્સ્ટરના ટ્વીટ અનુસાર એપલ 8 સપ્ટેમ્બરે આઈફોન 12 સિરીઝ અને ન્યૂ એપલ વોચ લોન્ચ કરી શકે છે. તો 27 ઓક્ટોબરની ઈવેન્ટમાં કંપની ‘આઈપેડ પ્રો’ અને ઈન હાઉસ પ્રોસેસર ‘સિલિકોન’થી સજ્જ મેકબુક લોન્ચ કરી શકે છે. જોકે કંપનીએ લોન્ચિંગ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.
- 8 સપ્ટેમ્બરની લોન્ચિંગ ઈવેન્ટમાં કંપની એપલ એરપાવર વાયલેસ ચાર્જિંગ પેડ લોન્ચ કરી શકે છે. ગત વર્ષે માર્ચ મહિનામાં તેનું લોન્ચિંગ ટળ્યું હતું. તેથી શક્યતા છે કે 8 સપ્ટેમ્બરની ઈવેન્ટમાં તે લોન્ચ થઈ શકે છે.
- રિપોર્ટ્સ અનુસાર કંપની 27 ઓક્ટોબરે નવું ‘આઈપેડ પ્રો’ લોન્ચ કરી શકે છે. તેમાં 5G કનેક્ટિવિટી મળી શકે છે.
સિલિકોનથી સજ્જ મેકબુક લોન્ચ થઈ શકે છે
ટેક ટિપ્સ્ટરના રિપોર્ટ અનુસાર, 27 ઓક્ટેબરની ઈવેન્ટમાં કંપની 13 ઈંચના મેકબુક અને મેકબુક પ્રો લેપટોપ લોન્ચ કરી શકે છે. કંપનીએ WWDC 2020 ઈવેન્ટમાં જાહેરાત કરી છે કે, આગામી મેકબુકમાં કંપની પોતાનું ‘સિલિકોન’ પ્રોસેસર આપશે. આ અગાઉ કંપની ઈન્ટેલના પ્રોસેસરનો ઉપયોગ કરતી હતી.
AR ગ્લાસ પણ લોન્ચ થઈ શકે છે
ઓક્ટેબરની ઈવેન્ટમાં કંપની AR ગ્લાસ પણ રજૂ કરી શકે છે. આ ગ્લાસ મલ્ટિ રિયાલિટી પર બેઝ્ડ હશે. તેની કિંમત $499 (આશરે 37,300 રૂપિયા)ની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32Zzuin
No comments:
Post a Comment