
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ અને ‘ગેલેક્સી વોચ 3’ લોન્ચ કર્યાં છે. ગ્લોબલી તેને 5 ઓગસ્ટે યોજાયેલી ગેલેક્સી અનપેક ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યાં હતાં. લોન્ચિંગ સાથે જ કંપનીએ અનેક ડિસ્કાઉન્ટ અને ઓફરની પણ જાહેરાત કરી છે.
‘ગેલેક્સી બડ્સ લાઈવ’ અને ‘ગેલેક્સી વોચ 3’ની કિંમત અને ઉપલબ્ધતા
- ‘ગેલેક્સી વોચ 3’નાં વાઈફાઈ અને 4G એમ 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
- ‘ગેલેક્સી વોચ 3’નું 41mm વેરિઅન્ટ મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક સિલ્વર કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જ્યારે 45mmનું વેરિઅન્ટ મિસ્ટિક સિલ્વર અને મિસ્ટિક બ્લેક કલરમાં અવેલેબલ છે.
- વાઈફાઈ સાથે 41mm વેરિઅન્ટની કિંમત 29,90 રૂપિયા અને 4G વેરિઅન્ટની કિંમત 34,490 રૂપિયા છે. 45mmના વાઈફાઈ વેરિઅન્ટની કિંમત 32,990 રૂપિયા અને 4G વેરિઅન્ટની કિંમત 38,990 રૂપિયા છે.
- આ તમામ વેરિઅન્ટની ખરીદી 27 ઓગસ્ટથી કરી શકાશે.
- ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ની કિંમત 14,990 રૂપિયા છે. તેનાં મિસ્ટિક બ્લેક, મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક વ્હાઈટ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેની ખરીદી પણ 25 ઓગસ્ટથી કરી શકાશે.
- ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ અને ‘ગેલેક્સી વોચ 3’ સેમસંગ ઓપરે હાઉસ, ઓફિશિયલ વેબસાઈટ અને ઈકોમર્સ સાઈટથી કરી શકાશે.
ડિસ્કાઉન્ટ અને ઓફર
- ‘ગેલેક્સી વોચ 3’નાં પ્રિ બુકિંગ પર કંપની ઓફર પણ આપી રહી છે. સ્માર્ટવોચનાં પ્રિબુકિંગ પર ગ્રાહક ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ને 4900 રૂપિયામાં ખરીદી શકશે. અર્થાત ઈયરબડ્સ પર પૂરા 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફરનો લાભ 17 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી જ મળશે. જોકે કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી જ બુકિંગ કરાવા પર આ ઓફરનો લાભ મળશે.
- વોચના 41mm વેરિઅન્ટના વાઈફાઈ મોડેલ બુક કરાવવા પર ગ્રાહકોને 4500 રૂપિયાનુ્ં ઈન્સ્ટન્ટ કેશબેક અને 45mm વેરિઅન્ટ પર 5000 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર ઓફિશિયલ વેબસાઈટ, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 20 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી સીમિત છે.
‘ગેલેક્સી વોચ 3’નાં સ્પેસિફિકેશન
- વોચ Tizen બેઝ઼્ડ વિયરેબલ OS 5.5 પર કામ કરે છે.
- 41mm ઈંચ વેરિઅન્ટમાં 1.2 ઈંચની 360x360 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી સર્ક્યુલર AMOLED ડિસ્પ્લે મળે છે, જ્યારે 45mm વેરિઅન્ટમાં 1.4 ઈંચની ડિસ્પ્લે મળે છે.
- વોચ ડ્યુઅલ કોર Exynos 9110 CPU અને માલિ-T720 GPUથી સજ્જ છે.
- વોચનાં વાઈફાઈ અને LTE વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
- આ વોચને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત વોચ વોટર રેઝિસ્ટન્ટ છે.
- તેમાં ઈ સિમ ટેક્નોલોજી મળતી હોવાથી યુઝર વોચથી કોલ પર વાત કરી શકશે.
- તેમાં બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ માટે spO2 સેન્સર, હાર્ટ રેટ મોનિટરિંગ, સ્લીપ ટ્રેકિંગ, કોલ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળે છે.
- તે જેશ્ચર કન્ટ્રોલ સહિત વોઈસ અસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે.
- 41mm વેરિઅન્ટમાં 247mAhની બેટરી અને 45mm વેરિઅન્ટમાં 340mAhની બેટરી મળે છે.
- ‘સેમસંગ ગેલેક્સી બડ્સ લાઈવ’નાં સ્પેસિફિકેશન
- ઈયરબડ્સમાં AKG ટ્યુનિંગ સાથે 12mmના ડ્રાઈવર્સ મળે છે. બડ્સ 3 માઈક્રોફોનથી સજ્જ છે.
- અન્ય બ્રાન્ડ્સના ઈયરબડ્સની જેમ સેમસંગના આ ઈયરબડ્સમાં પણ એક્ટિવ નોઈઝ કેન્સેલેશન ટેક્નોલોજી અને Qi વાયરલેસ ચાર્જિંગ મળે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળે છે, જે SBC અને AAC કોડેક સપોર્ટ કરે છે.
- તેમાં 60mAની બેટરી મળે છે, જ્યારે કેસની બેટરી 472mAhની છે. ચાર્જિંગ કેસ સાથે બડ્સ 29 કલાકનું બેકઅપ આપે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે, જે 5 મિનિટ ચાર્જ કરવા પર 1 કલાકનું પ્લેબેક આપે છે.
- આ ઈયરબડ્સને IPX2 રેટિંગ મળ્યું છે અર્થાત તે વોટર રેઝિસ્ટન્ટ પણ છે.
- તે ટચ કન્ટ્રોલ અને વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/313yoRq
No comments:
Post a Comment