Sunday, 16 August 2020

બ્લડ ઓક્સીજન લેવલ ઓછું થતાં જ અલર્ટ આપશે આ 5 સ્માર્ટ ડિવાઈસ, કિંમત 1799 રૂપિયાથી શરૂ

કોરોનાવાઈરસ મહામારીને લીધે લોકો સ્વાસ્થ્યને લઈ અગાઉ કરતાં વધારે સજાગ બન્યા છે. કોરોનાના મુખ્ય લક્ષણોમાંથી એક 1 શ્વાસ લેવામાં પડતી તકલીફ છે. કારણ કે વાઈરસ ફેફસાંને નુક્સાન પહોંચાડે છે અને તેને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેના કારણે બ્લડ ઓક્સીજન લેવલ ઓછું થાય છે. જો તમે ઘરે બેસીને જ બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર કરવા માગો છો તો SpO2 સેન્સરથી સજ્જ સ્માર્ટબેન્ડ કે સ્માર્ટવોચ એક સારો ઓપ્શન રહેશે. SpO2 સેન્સર બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ તો કરે જ છે સાથે તેમાં કોઈ અનિયિમતતા જણાતા તે યુઝરને અલર્ટ પણ કરે છે. SpO2 સેન્સરથી સજ્જ તમને પરવડે તેવા ડિવાઈસનું લિસ્ટ અમે તૈયાર કર્યું છે આવો તેના પર એક નજર કરીએ...

1. ઓનર બેન્ડ 5i: કિંમત 1799 રૂપિયા

આ બેન્ડ SpO2 સેન્સરથી સજ્જ છે. બેન્ડ LCD ટચ ડિસ્પ્લે ધરાવે છે. તેમાં બિલ્ટ ઈન USB કનેક્ટર મળે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં બેન્ડ 7 દિવસનું બેકઅપ આપે છે. બેન્ડમાં ફોન ફાઈન્ડર, મેસેજ રિમાઈન્ડર અને રિમોટ પિક્ચર ટ્રેકિંગ સહિતનાં ફીચર મળે છે. બેન્ડ 50 મીટર ઉંડા પાણીમાં પણ કામ કરે છે. ઓનરની એપથી ફોન પર એક્ટિવિટીનું એનાલિસિસ કરી શકાય છે.

2. હુવાવે બેન્ડ 4: કિંમત 1899 રૂપિયા

SpO2 સેન્સરથી સજ્જ આ બેન્ડનું વજન 24 ગ્રામ છે. તેમાં 0.96 ઈંચની TFT ડિસ્પ્લે મળે છે. તેમાં 91mAhની બેટરી મળે છે, કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં તે 9 દિવસનું બેકઅપ આપે છે. SpO2 સાથે બેન્ડ 3 એક્સિસ એક્સેલેરેશન સેન્સર, ઈન્ફ્રારેડ વિયર સેન્સર અને ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર પણ મળે છે.

3. ઓનર બેન્ડ 5: કિંમત 2199 રૂપિયા

આ બેન્ડ એડવાન્સ ફીચરથી સજ્જ ફિટનેસ બેન્ડ છે. તે બ્લડ ઓક્સીજન લેવલ સાથે 24 કલાક હાર્ટ રેટ પણ મોનિટર કરે છે. બેન્ડ વર્ક આઉટ દરમિયાન પણ બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર કરે છે. તેમાં 0.95 ઈંચની કલર ડિસ્પ્લે મળે છે. બેન્ડમાં 10 પ્રકારના વર્કઆઉટ મોડ મળે છે. બેન્ડ મેસેજ રિમાઈન્ડર, ફોન ફાઈન્ડર, રિમોટ પિક્ચર ટ્રેકિંગ અને રિમોટ મ્યૂઝિક કન્ટ્રોલ સહિતનાં ફીચરથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે બેન્ડ ફુલ ચાર્જમાં 14 દિવસ સુધી ચાલે છે. હાર્ટ રેટ મોનિટરિંગ અને સ્લીપ ટ્રેકિંગ ઓન રાખી 6 દિવસ સુધી તેની બેટરીલાઈફ મળે છે.

4. જિયોની GSW5: કિંમત 2499 રૂપિયા

કંપનીએ તાજેતરમાં જ આ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. SpO2 સેન્સરથી સજ્જ આ વોચ હાર્ટ રેટ મોનિટરિંગ, સ્લીપ મોનિટરિંગ, કેલરી બર્ન અને સ્ટેપ કાઉન્ટ જેવાં ફિટનેસ ફીચર પણ ધરાવે છે. વોચમાં વોકિંગ, રનિંગ, સાઈકલિંગ અને સ્વિમિંગ સહિતનાં સ્પોર્ટ મોડ પણ મળે છે.

5. રિઅલમી વોચ: કિંમત 3999 રૂપિયા

SpO2 સેન્સરથી સજ્જ આ સ્માર્ટવોચ બ્લડ ઓક્સીજન લેવલમાં કોઈ પણ અનિયમિતતા જણાતા યુઝરને અલર્ટ કરે છે. તેમાં 1.4 ઈંચની કલર ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે. સ્માર્ટવોચ યોગા, રનિંગ, વોકિંગ, ક્રિકેટ સહિત 14 સ્પોર્ડ મોડ સપોર્ટ કરે છે. હેલ્થ માટે તેમાં હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગ, મેડિટેશન, કેલરી બર્ન અને સ્ટેપ કાઉન્ટ સહિતનાં ફીચર મળે છે.

નોંધ: ઉપરોક્ત તમામ એક મોનિટરિંગ ડિવાઈસ છે. બ્લડ ઓક્સીજન લેવલ ઘણા કારણોસર ઓછું થઈ શકે છે. આ સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ લો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ ડિવાઈસમાં રહેલું SpO2 સેન્સર બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ કરે છે, અનિયિમતતા જણાતા તે યુઝરને અલર્ટ કરે છે.


from Divya Bhaskar https://ift.tt/3hgzIpT

No comments:

Post a Comment