Monday, 10 August 2020

મોબાઈલ પેમેન્ટ સર્વિસ સપોર્ટ કરતી ઓપો સ્માર્ટવોચનો સેલ આજથી શરૂ, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 14,990

ઓપોએ જુલાઈ મહિનામાં એપલ વોચ જેવો લુક ધરાવતી ઓપો સ્માર્ટવોચ સિરીઝ લોન્ચ કરી હતી. કંપનીએ તેના 41mm અને 46mm વેરિઅન્ટ લોન્ચ કર્યાં હતાં. આજે એટલે કે સોમવારથી તેનો સેલ શરૂ થયો છે. તેનાં 41mm ડિસ્પ્લે વેરિઅન્ટની કિંમત 14,990 રૂપિયા અને 46mm ડિસ્પ્લે વેરિઅન્ટની કિંમત 19,990 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ સાઈટ અને ઈ કોમર્સ સાાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે. કંપનીએ ટ્વીટ કરી સેલની માહિતી આપી છે.

કિંમત અને ઓફર
ઓપો વોચનાંં 41mm ડિસ્પ્લે વેરિઅન્ટની કિંમત 14,990 રૂપિયા અને 46mm ડિસ્પ્લે વેરિઅન્ટની કિંમત 19,990 રૂપિયા છે. એમેઝોન પરથી વોચની ખરીદી SBIનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ એમેઝોન ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 3%નું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

ઓપો વોચનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ વોચમાં કર્વ્ડ AMOLED ડિસ્પ્લે મળે છે. વોચનાં જુદાં જુદાં ફંક્શન માટે તેમાં 2 બટન આપવામાં આવ્યાં છે.
  • 41mm વેરિઅન્ટમાં 1.6 ઈંચની 320X360 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળે છે, જ્યારે 46mm વેરિઅન્ટમાં 1.91 ઈંચની 402x476 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળે છે.
  • 41mm વેરિઅન્ટમાં 300mAhની બેટરી જ્યારે 46mm વેરિઅન્ટમાં 430mAhની બેટરી મળે છે. તે VOOC ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • આ વોચમાં અન્ય સ્માર્ટવોચની જેમ સોશિયલ મીડિયા નોટિફિકેશન મળે છે.
  • વોચ ઓનલાઈન મ્યૂઝિક અને મોબાઈલ પેમેન્ટ સર્વિસ સપોર્ટ કરે છે.
  • ઓપોની વોચ ક્વિક રિપ્લાય સપોર્ટ કરે છે.
  • હેલ્થ ફીચરમાં તે સ્લીપ મોનિરટિંગ, ગેટ અપ રિમાઈન્ડર, બ્રિધિંગ એક્સાર્સાઈઝ અને 24 કલાક હાર્ટ રેટ મોનિટરિંગ સપોર્ટ કરે છે.
  • વોચ ગૂગલ અસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ અને બ્લુટૂથ સપોર્ટ મળે છે.
  • 41mm વેરિઅન્ટનાં સિલ્વર મિસ્ટ, પિંક ગોલ્ડ અને બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે. જ્યારે 46mm વેરિઅન્ટનાં ગ્લોસી ગોલ્ડ અને બ્લેક કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
  • આ વોચ 20 મીટર ઉંડાઈ સુધી વોટર રેઝિસ્ન્ટન્ટ પણ છે.
  • તે રનિંગ, આઉટડોર વોક, સાયકલિંગ અને સ્વિમિંગ સહિતનાં સ્પોર્ટ મોડ પણ સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sale of Oppo Smartwatch supporting mobile payment service starts today, Basic variant priced at 14,990


from Divya Bhaskar https://ift.tt/31EcMtI

No comments:

Post a Comment