સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે તાજેતરમાં જ ગેલેક્સી અનપેક 2020 ઈવેન્ટમાં ‘ગેલેક્સી નોટ 20’ સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. તેમાં ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5G અને ‘ગેલેક્સી નોટ 20’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. હવે ભારતમાં તેનું લોન્ચિંગ 28 ઓગસ્ટે થશે. ઈ-કોમર્સ સાઈટ એમેઝોનનાં લિસ્ટિંગમાં આ વાત કન્ફર્મ થઈ છે. જોકે કંપનીએ લોન્ચિંગ પહેલાં જ તેની ભારતમાં કિંમતો જાહેર કરી પ્રિ-બુકિંગ શરૂ કર્યું છે.
‘ગેલેક્સી નોટ 20’ સિરીઝ: કિંમત અને ઉપલબ્ધતા
- ‘ગેલેક્સી નોટ 20’ 4Gનાં 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ભારતમાં 77,999 રૂપિયા છે. ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં 256GB વેરિઅન્ટની કિંમત 1,04,999 રૂપિયા છે. સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ અને અન્ય ઈ-કોમર્સ સાઈ પરથી તેનું પ્રિ-બુકિંગ થઈ શકશે.
- ‘ગેલેક્સી નોટ 20’નું બુકિંગ કરાવનાર ગ્રાહકોને 6 હજાર રૂપિયા અને ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’5Gનું બુકિંગ કરાવનાર ગ્રાહકોને 9 હજાર રૂપિયાનું કેશબેક મળશે. કંપની એક્સચેન્જ ઓફર હેઠળ ગેલેક્સી યુઝર્સને 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપશે.
- સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે, ‘ગેલેક્સી નોટ 20’નું બુકિંગ કરાવનારા ગ્રાહકોને 7000 રૂપિયા અને ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નું બુકિંગ કરાવનાર ગ્રાહકોને 10,000 રૂપિયા સુધીનું બેનિફિટ્સ મળશે. આ બેનિફિટ્સનો લાભ યુઝર્સ ગેલેક્સી બડ્સ લાઈવ, ગેલેક્સી વોચ અને ટેબ્સ સહિતની પ્રોડક્ટ્સ ખરીદતાં સમયે કરી શકશે.
વેરિઅન્ટ
‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5G મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક બ્લેક વેરિઅન્ટમાં લોન્ચ થશે. ‘ગેલેક્સી નોટ 20’નું મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ભારતમાં તેનું ઓફિશિયલ લોન્ચિંગ 28 ઓગસ્ટે થશે.
‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે |
6.90 ઈંચ |
| OS | એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ |
|
રિઅર કેમેરા |
108MP + 12MP + 12MP |
|
ફ્રન્ટ કેમેરા |
10MP |
|
રેમ |
12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4500mAh વિથ વાયર એન્ડ વાયરલેસ ચાર્જિંગ |
‘ગેલેક્સી નોટ 20’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.70 ઈંચ |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
સેમસંગ એક્સીનોસ 990 |
|
રિઅર કેમેરા |
64MP + 12MP + 12MP |
|
ફ્રન્ટ કેમેરા |
10MP |
|
રેમ |
8GB |
|
સ્ટોરેજ |
256GB |
| બેટરી | 4300mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DMGIvC
No comments:
Post a Comment