સ્વદેશી ટિકટોક કહી શકાય તેવી ચિનગારી એપે ટિકટોક બેન થતાં ખૂબ ધૂમ મચાવી હતી. એપને થોડાક જ દિવસોમાં 1 કરોડ ડાઉનલોડ્સ પણ મળ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આત્મનિર્ભર ઈનોવેશન ચેલેન્જ પણ એપ જીતી ચૂકી છે. કંપની એંજેલિસ્ટ ઈન્ડિયા, આઈસિડ, વિલેજ ગ્લોબલ, લોગએક્સ વેન્ચર અને અન્ય કંપનીઓ પાસેથી ચિનગારીએ 1.3 મિલિયન ડોલર (આશરે 9 કરોડ 75 લાખ રૂપિયા)નું ફંડ મેળવ્યું છે.
ટેલેન્ટ હાયર કરવામાં ફંડનો ઉપયોગ કરશે
કંપનીને ફંડ મળતા જ હવે કંપની તેનો ઉપયોગ ટેલેન્ટ હાયર કરવામાં કરશે, જેથી કંપની પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરી શકે અને યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારે શકે. ચિનગારી એપના કો ફાઉન્ડર સુમિત ઘોષ જણાવે છે કે, એંજલિસ્ટ ઈન્ડિયા, ઉત્સવ સોમાનીના આઈસીડ, વિલેજ ગ્લોબલ અને અન્ય ગ્લોબલ લીડર્સ સહિતના રોકાણકારો માટે અમે ખુશ છીએ. રોકાણકારોએ અમારા પ્રોજેક્ટમાં અનેક સંભાવનાઓ જોઈ છે અને ત્યારબાદ રોકાણ કર્યું છે.
એંજલિસ્ટ ઈન્ડિયાના પાર્ટનર ઉત્સવ સોમાનીએ કહ્યં કે, સુમિત અને ચિનગારીની ટીમે દર્શાવ્યું છે કે, આ પ્રકારના પ્રોડક્ટ ફીચરથી પણ ડેવલમેન્ટ કરી શકાય છે. ચિનગારીની ટીમ યુઝર્સ સાથે અને તેમના માટે કામ કરી રહી છે.નાઉફ્લોટ્સના ફાઉન્ડર, જમિન્દર સિંહ ગુલાટી જણાવે છે કે, ચિનગારીની સક્સેસ દર્શાવે છે કે, ભારત હંમેશા સ્વદેશી ડેવલપમેન્ટની ક્ષમતા રાખે છે. વિલેજ ગ્લોબલે આત્મનિર્ભર ભારત એપ ચેલેન્જ જીતવા માટે ચિનગારીને અભિનંદન પાઠવ્યાં છે.
Congratulations to @sumitgh85 and the @Chingari_IN team! Excited for what's ahead! https://t.co/qBCjLz8ZLI
— Village Global (@villageglobal) August 7, 2020
ટિકટોક બેન થયા બાદ ચિનગારી લોકોની પસંદ
ચાઈનીઝ એપ ટિકટોક બેન થયા બાદ સ્વદેશી વિકલ્પ તરીકે એકાએક ચિનગારી પોપ્યુલર થઈ હતી. ટિકટોક બેન થયાના 22 દિવસની અંદર એપને 1 કરોડ 10 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gUVhvC
No comments:
Post a Comment