
જો તમે નવા સ્માર્ટફોનની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસથી એની જ ખરીદી કરશો જેમાં ભરપૂર સ્ટોરેજ હોય અને તમારે વારંવાર ડેટા ટ્રાન્સફર કરવાની કે મેમરી કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર ન રહે. આવા જ કેટલાક સ્માર્ટફોનનું અમે લિસ્ટ તૈયાર કર્યું છે, જેની કિંમત 20,000 રૂપિયા કરતાં પણ ઓછી છે. તેમાં 128GB સુધીનું ઈન્ટર્ન્લ સ્ટોરેજ મળી રહેશે.
1. રેડમી નોટ 9 પ્રો મેક્સ

શાઓમીનો આ ફોન રેમ અને સ્ટોરેજના 3 વેરિઅન્ટમાં અવેલેબલ છે. જો તમારું બજેટ 20 હજાર રૂપિયાનું છે તો તેનું ટોપ વેરિઅન્ટ બેસ્ટ ઓપ્શન છે. ટોપ વેરિઅન્ટમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. તેના અરોરા બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટરસેલર બ્લેક કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 32MPનો પંચ હોલ ફ્રન્ટ કેમેરા પણ છે.
2. રિઅલમી 6 પ્રો

આ ફોનનાં 3 વેરિઅન્ટ 20,000 રૂપિયાની અંદર અવેલેબલ છે. તેનું ટોપ વેરિઅન્ટ 8GB + 128 સારો ઓપ્શન રહેશે. ફોનનાં લાઈટનિંગ બ્લૂ, લાઈટનિંગ ઓરેન્જ અને લાઈટનિંગ રેડ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોનની 6.6 ઈંચની HD ડિસ્પ્લે 90Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળે છે. ફોટોગ્રાફી માટે તેમાં 64MPનું AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને 16MP + 8MPનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળે છે.
3. રિઅલમી X2

ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 4 વેરિઅન્ટ અવેલેબલ છે. 20 હજાર રૂપિયાના બજેટમાં તેનું 6GB+128GB વેરિઅન્ટ સારો ઓપ્શન રહેશે. તેનાં પર્લ બ્લૂ, પર્લ વ્હાઈટ અને પર્લ ગ્રીન કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર મળે છે. ફોનમાં 4000mAhની બેટરી મળે છે, જે 30 વૉટ VOCC ફ્લેશ ચાર્જ સપોર્ટ કરે છે. તેમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું કવૉડ AI કેમેરા મળે છે. તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે.
4. રિઅલમી XT

20 હજાર રૂપિયામાં ફોનનું 8GB +128GB વેરિઅન્ટ સારો ઓપ્શન છે. ફોનનાં પર્લ વ્હાઈટ અને પર્લ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે 64MP AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ પણ મળી રહેશે. સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોન 4K વીડિયો રેકોર્ડિંગ અને 960fps સ્લો મોશન વીડિયો સપોર્ટ કરે છે.
5. પોકો X2

વિવોની સબબ્રાન્ડ પોકોના આ ફોનનાં 3 વેરિઅન્ટ છે. 20 હજાર રૂપિયામાં 6GB +128GB વેરિઅન્ટની પસંદગી કરી શકાય છે. ફોનનાં સ્ટોરેજને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર પર રન કરે છે. ફોનમાં 4500mAhની બેટરી મળે છે. ફોનનાં 4 રિઅર કેમેરા સેટઅપમાં 64MPનું Sony IMX686 સેન્સર મળે છે. ફોનમાં 20MP + 2MPનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ પણ છે.
6. રિઅલમી 6

રિઅલમીનો આ ફોન 4 વેરિઅન્ટમાં અવેલેબલ છે. ફોનનાં કાર્મેટ બ્લૂ અને કાર્મેટ વ્હાઈટ કલર વેરિન્ટ ઉપલબ્ધ છે. લુક વાઈઝ તે રિઅલમી 5i જેવો લાગે છે. ફોટોગ્રાફી માટે તેમાં 64MP AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને ઈન ડિસ્પ્લે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. આ ફોન હીલિયો G90T પ્રોસેસર પર રન કરે છે.
7. રિઅલમી X

આ ફોનમાં 48MP + 5MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 16MPનો પોપઅપ સેલ્ફી કેમેરા પણ છે. તેનાથી 30fps પર 4K વીડિયો રેકોર્ડ કરી શકાય છે. ફોનમાં 3765mAhની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી મળે છે.
8. રિઅલમી 5 પ્રો

આ ફોનનાં 2 વેરિઅન્ટ છે, તેમાંથી 20 હજાર રૂપિયાના બજેટમાં 8GB + 128GB વેરિઅન્ટ સારો ઓપ્શન છે. તેનાં ક્રોમા વ્હાઈટ, ક્રિસ્ટલ ગ્રીન અને સ્પાર્કલિંગ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 48MPનું AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
9. રેડમી નોટ 9 પ્રો

લુક પ્રમાણે આ ફોન રેડમી 9 પ્રો મેક્સ જેવો લાગે છે. તેમાં 48MPનું AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. તેનાં અરોરા બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટરસેલર બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
10. પોકો M2 પ્રો

20 હજાર રૂપિયાની અંદર આ ફોનનું ટોપ વેરિઅન્ટ 6GB + 128GB સારો ઓપ્શન રહેશે. ફોન બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 8MPનું AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. આ ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર પર કામ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31L5m85
No comments:
Post a Comment