
જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ગૂગલ સ્માર્ટફોનને જ અર્થક્વૅક ડિટેક્ટર બનાવવા માટે ટેક્નોલોજી ડેવલપ કરી રહી છે. આ સિસ્ટમ યુઝર્સને ભૂકંપ આવે તે પહેલાં જ અલર્ટ કરશે. કંપનીએ મંગળવારે કેલિફોર્નિયામાં આ સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમની મદદથી યુઝર્સના સ્માર્ટફોન કમ્પ્રેશર ડિટેક્ટરનુ કામ કરશે. અમેરિકાની જિયોલોજિકલ સર્વે અને પાર્ટનર દ્વારા વેસ્ટ કોસ્ટ પર લાગુ થયેલી ‘શેકઅલર્ટ’ સિસ્ટમ ભૂકંપની પૂર્વ ચેતવણી આપશે.
શેકઅલર્ટ સિસ્ટમની વેબસાઈટ અનુસાર, આ સિસ્ટમ રાજ્યભરમાં અનેક સિસ્મોમીટરના સંકેતોનો ઉપયોગ કરી ભૂકંપ શરૂ થયાના અને તેના આંચકાનું અલર્ટ આપશે.
ભૂકંપના અલર્ટ માટે એન્ડ્રોઈડ સિસ્ટમ
માર્ક સ્ટોગાઈટિસના પ્રમુખ સોફ્ટવેર એન્જિનિયરે એક બ્લોગમાં લખ્યું કે, અમે ભૂકંપ સંબંધિત જાણકારી શોધવા માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કેમ કરી શકાય તે દિશામાં આગળ વધી રહ્યા છે. એવી સિસ્ટમ પણ ડેવલપ કરી શકાય છે કે જે ભૂંકપ પહેલાં જ ચેતવણી આપી શકે.

આ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટફોન અલર્ટ કરશે
મોટા ભાગના સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર સેન્સર હોય જ છે. આ સેન્સર ભૂકંપના આંચકાઓને પણ જાણી શકે છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન એક મિની સિસ્મોમીટર બની શકે છે. દુનિયાના સૌથી મોટા ભૂકંપની જાણકારી આપતું નેટવર્ક બનાવવા માટે લાખો એન્ડ્રોઈડ ફોન કનેક્ટ કરી શકાય છે.
ફોનનું મોનિટરિંગ ડેટા સેન્ટર કરશે
આ પ્રકારના એન્ડ્રોઈ સ્માર્ટફોન આપમેળે જ તમામ ડેટા સેન્ટરને મોકલશે. ડેટા સેન્ટરના કમ્પ્યૂટર ઝડપથી ભૂકંપની ગતિવિધિનું મોનિટરિંગ કરશે. આ પ્રકારની સિસ્ટમ કેલિફોર્નિયામાં શરૂ થઈ છે, કારણ કે રાજ્યમાં તેનું નેટવર્ક પણ છે. આગમી દિવસોમાં અનેક સ્થળોએ ફોન બેઝ્ડ ડિટેક્શન નેટવર્ક ઊભું કરવામાં આવશે.
કેરોલિનામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ
ઉત્તર કેરોલિનામાં રવિવારે સવારે 8 વાગ્યે અને 7 મિનિટે 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 100 વર્ષો બાદ આટલી મોટી તીવ્રતાનો ભૂકંપ પહેલી વાર આવ્યો છે. ગ્રીનવિલેમાં નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ પહેલાં નાનો આંચકો આવ્યો હતો.
ભારતીય ઉપખંડમાં ઘણી જગ્યાએ જોખમ
ભારતમાં ભૂકંપને આધારે ક્ષેત્રોને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5માં વહેંચવામાં આવ્યા છે. ઝોન-2માં સૌથી ઓછું જોખમ અને ઝોન-5માં સૌથી વધારે જોખમ છે. ઝોન-5માં કાશ્મીર,
પશ્ચિમ-મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારતીય ક્ષેત્ર, કચ્છનું રણ અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ આવે છે.
મધ્ય ભારત ઓછા જોખમવાળા ઝોન-3માં આવે છે, જ્યારે દક્ષિણનો મોટોભાગ ઝોન-2માં આવે છે. તો ઝોન-4માં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ. ઉત્તરાખંડ, સિક્કિમ, ઉત્તર બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે.
ભૂકંપની તીવ્રતાનો અંદાજ આ રીતે લગાવાય છે
ભૂકંપની તીવ્રતાનો અંદાજ તેના એપીસેન્ટરથી નીકળતી ઊર્જાના તરંગો પરથી લગાવવામાં આવે છે. હજારો કિલોમીટર સુધી ફેલાયેલા આ તરંગથી ધ્રુજારી થાય છે. ધરતીમાં તિરાડ પડી જાય છે. ધરતીની ઊંડાઈ ઓછી હોય તો તેમાંથી બહાર આવતી ઊર્જાથી ઘણું નુકસાન થઇ શકે છે.
પ્લે સ્ટોર પર ઘણી એપ્સ અવેલેબલ છે
ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્સ છે જે ભૂકંપનું અલર્ટ આપે છે. તેમાં અર્થક્વેક નેટવર્ક, અર્થક્લિક અલર્ટ, માય અર્થક્વેક અલર્ટ, અર્થક્વેક અલાર્મ જેવી એપ સામેલ છે. આ એપ્સ ફોનમાં હાજર એક્સેલેરોમીટરની મદદથી ધ્રુજારીને રેકોર્ડ કરે છે અને ભૂકંપ જેવું લાગતા યુઝરને અલર્ટ કરે છે. તો ઘણી એપ્સ ભૂકંપની ધ્રુજારીનો ડેટા કેલિફોર્નિયા સ્થિત બર્કલે સિસ્મોલોજિકલ લેબોરેટરીને મોકલે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DRA07E
No comments:
Post a Comment