Thursday, 6 August 2020

સેમસંગે ‘ગેલેક્સી નોટ 20’ સિરીઝની ભારતમાં કિંમતો જાહેર કરી પ્રિ બુકિંગ શરૂ કર્યું, જાણો તેનાં ફીચર્સ અને ઓફર્સની માહિતી

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે બુધવારે ગેલેક્સી અનપેક 2020 ઈવેન્ટમાં ‘ગેલેક્સી નોટ 20’ સિરીઝ સાથે મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. એક દિવસ બાદ કંપનીએ ‘ગેલેક્સી નોટ 20’ સિરીઝની ભારતમાં કિંમતો જાહેર કરી છે. સાથે જ કંપનીએ તેનું પ્રિ બુકિંગ પણ શરૂ કર્યું છે.

‘ગેલેક્સી નોટ 20’ સિરીઝ: કિંમત અને ઉપલબ્ધતા

  • આ સિરીઝમાં ‘ગેલેક્સી નોટ 20’ 4Gનાં 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ભારતમાં 77,999 રૂપિયા છે. ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં 256GB વેરિઅન્ટની કિંમત 1,04,999 રૂપિયા છે. સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પરથી તેનું પ્રિ બુકિંગ થઈ શકશે.
  • ‘ગેલેક્સી નોટ 20’નું બુકિંગ કરાવનાર ગ્રાહકોને 6 હજાર રૂપિયા અને ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’5Gનું બુકિંગ કરાવનાર ગ્રાહકોને 9 હજાર રૂપિયાનું કેશબેક મળશે. કંપની એક્સચેન્જ ઓફર હેઠળ ગેલેક્સી યુઝર્સને 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપશે.
  • સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે, ‘ગેલેક્સી નોટ 20’નું બુકિંગ કરાવનારા ગ્રાહકોને 7000 રૂપિયા અને ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નું બુકિંગ કરાવનાર ગ્રાહકોને 10,000 રૂપિયા સુધીનું બેનિફિટ્સ મળશે. આ બેનિફિટ્સનો લાભ યુઝર્સ ગેલેક્સી બડ્સ લાઈવ, ગેલેક્સી વોચ અને ટેબ્સ સહિતની પ્રોડક્ટ્સ ખરીદતાં સમયે કરી શકશે.

વેરિઅન્ટ
‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5G મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક બ્લેક વેરિઅન્ટમાં લોન્ચ થશે. ‘ગેલેક્સી નોટ 20’નું મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થશે. જોકે હાલ આ સિરીઝનું લોન્ચિંગ અમેરિકા સહિતના માર્કેટમાં કરવામાં આવ્યું છે. કંપનીએ માત્ર ભારતમાં પ્રિ બુકિંગ શરૂ કર્યું છે. ભારતમાં તેનું ઓફિશિયલ લોન્ચિંગ થવાનું બાકી છે.

‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે:
6.90 ઈંચ
OS: એન્ડ્રોઈડ 10
પ્રોસેસર: ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+
રિઅર કેમેરા: 108MP + 12MP + 12MP
ફ્રન્ટ કેમેરા: 10MP
રેમ: 12GB
સ્ટોરેજ: 128GB/256GB
બેટરી: 4500mAh વિથ વાયર એન્ટ વાયરલેસ ચાર્જિંગ

‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ
: 6.70 ઈંચ
OS: એન્ડ્રોઈડ 10
​​​​​​​પ્રોસેસર: સેમસંગ એક્સીનોસ 990
રિઅર કેમેરા: 64MP + 12MP + 12MP
ફ્રન્ટ કેમેરા: 10MP
રેમ: 8GB
સ્ટોરેજ: 256GB
બેટરી: 4300mAh



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung announces prices of 'Galaxy Note 20' series in India and starts pre-booking, find out about its features and offers


from Divya Bhaskar https://ift.tt/2DCnsAU

No comments:

Post a Comment