 
ભારતીય બ્રાન્ડ મિલાગ્રોએ ચાઈનીઝ કંપની શાઓમીને ટક્કર આપવા 3 નવાં ફ્લોર રોબોટ વેક્યુમ લોન્ચ કર્યાં છે. આજે એટલે કે ગુરુવારથી તેની ખરીદી એમેઝોન પરથી કરી શકાશે. કંપનીએ iMap મેક્સ, મિલાગ્રો iMap 10.0 અને મિલાગ્રો સીગલ વેક્યુમ રોબોટ લોન્ચ કર્યાં છે. તમામ વેરિઅન્ટમાં રોબોટ ઈન્ડિપેન્ડન્ટ નેવિગેશન ફીચર અને રિયલ ટાઈમ ટેરેન રેકગ્નિશન સોફ્ટવેર મળે છે. તેથી તેનો ઉપયોગ કોમર્શિયલ અને ઘરેલુ કામમાં કરી શકાય.iMap મેક્સમાં હાઈ પ્રેશર ફ્લોર મોપિંગ અને સેલ્ફ ક્લિનિંગ ટેક્નોલોજી મળે છે. તેની ટક્કર શાઓમીના Mi રોબોટ વેક્યુમ મોપથી થશે, તેની કિંમત 21,999 રૂપિયા છે.
મિલાગ્રો રોબોટ વેક્યુમ: કિંમત અને ઉપલબ્ધતા
મિલાગ્રો iMap મેક્સની કિંમત 99,990 રૂપિયા છે, જે વોટર ટેન્ક સાથે આવે છે. મિલાગ્રો iMap 10.0ની કિંમત 89,990 રૂપિયા અને મિલાગ્રો સીગલની કિંમત 20,000 રૂપિયા છે. iMap મેક્સ રોબોટ વેક્યુમ પર કંપની 2 વર્ષની કોમ્પ્રિહેન્શિવ વૉરન્ટી અને જાપાની સક્શન મોટર પર 5 વર્ષની વૉરન્ટી આપે છે. iMap 10.0 અને મિલાગ્રો સીગલ પર પણ 2 વર્ષની કોમ્પ્રિહેન્શિવ વૉરન્ટી અને જાપાની સક્શન મોટર પર 5 વર્ષની વૉરન્ટી આપે છે.
મિલાગ્રો iMap 10.0નાં ફીચર્સ
- મિલાગ્રો iMap 10.0 એક ઈન્ડિપેન્ડન્ટ રોબોટ વેક્યુમ છે. જોકે તેમાં સેલ્ફ ક્લિનિંગ ટેક્નોલોજી નહીં મળે.
- તેમાં 5200mAhની બેટરી મળે છે, જે ફુલ ચાર્જમાં 3 કલાકનું બેકઅપ આપે છે. સાથે જ 2700paનું શક્તિશાળી સક્શન છે.
- તેમાં LIDAR સેન્સર છે, જે 8mm સુધી ક્લિનિંગ એક્યુરસી આપે છે.
- તેમાં કુલ 18 સેન્સર છે અને તે ઓક્ટા કોર પ્રોસેસર પર રન કરે છે.
- કંપનીએ દાવો કર્યો છે કે, કોવિડ-19 વાઈરસને મારવા માટે ઇલેક્ટ્રોનિક વોટર ટેંકમાં સોડિયમ હાઈપોક્લોરાઈટ 1 ટકા સોલ્યુશન લઈ શકાય છે. આ રોબોટમાં એક ફિલ્ટર સિસ્ટમ છે, જે 0.1 માઈક્રોન સુધીના 99.5% PM (પર્ટિક્યુલેટ મેટર) અને 99.97% 0.3 માઈક્રોન સુધીના PMને દૂર કરી શકે છે.
મિલાગ્રો સીગલ ફીચર્સ
મિલાગ્રો સીગલ ફ્લોર ક્લીનિંગ રોબોટની ઊંચાઈ માત્ર 7.2 સેમી છે અને તે ઓરિએન્ટેશન નક્કી કરવા ઝાયરો મેપિંગ ટેક્નિકનો ઉપયોગ કરે છે. આ એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઈક્રોબિયલ અને એન્ટિવાઈરલ તત્ત્વોની સાથે આવે છે જે સંક્રમણના ફેલાવાને ઓછું કરે છે. આ ઓછી કિંમતવાળો રોબોટ થોડી ભીની સપાટીમાં પણ મદદ કરે છે અને તેમાં એક NIDEC બ્રશલેસ મોટર સામેલ છે અને 1500 pa સક્શન પાવર છે. આ વેક્યુમ હોસ્પિટલ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Pw8EX7
 
No comments:
Post a Comment