Thursday, 6 August 2020

બાયડુ બાદ હવે ચીનની કંપની શાઓમીનું બ્રાઉઝર પણ બેન થયું, ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં શાઓમી અવ્વલ નંબરે

ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો દબદબો રાખનાર શાઓમી કંપનીનું બ્રાઉઝર પણ હવે બેન થયું છે. આ અગાઉ ચીનનું ગૂગલ કહી શકાય તેવી બાયડુ એપ બેન થઈ હતી. હવે સરકારે શાઓમીના બ્રાઉઝર Mi બ્રાઉઝર પ્રો બેન કર્યું છે.

માર્કેટ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, બ્રાઉઝર સામે કાર્યવાહી ડિવાઈસના પફોર્મન્સને અસર કરી શકે છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે, સરકારના આ નિર્ણયથી ડિવાઈસ પર કોઈ અસર નહીં પડે bn યુઝર્સ સરળતાથી કોઈ પણ બ્રાઉઝર ડાઉનલોડ કરી શકે છે.

શાઓમીએ કહ્યું કે કંપની સરકાર સાથે સંપર્કમાં છે
શાઓમીના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની મંત્રાલયના અધિકારીઓએ આ મામલો ઉકેલવા માટે વાતચીત કરશે. શાઓમીના પ્રવક્તાએ જણાવ્યું કે, તે લોકલ ડેટા પ્રોટેક્શન અને અન્ય નિયમોનું પાલન કરે છે. કંપની આવશ્યકતા અનુસાર, પોલિસી ચેન્જ કરે છે. જોકે, બાયડુએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ભારતમાં શાઓમીના 9 કરોડ ગ્રાહકો છે
શાઓમી સ્માર્ટ ફોનમાં Mi બ્રાઉઝર પ્રિલોડ હોય છે. કાઉન્ટ પોઈન્ટરના રિસર્ચ પ્રમાણે, સ્માર્ટફોનમાં શાઓમી નંબર બ્રાન્ડ છે અને કંપનીના 9 કરોડથી વધારે ગ્રાહકો છે.

અગાઉ શાઓમીના બ્રાઉઝર પર અગાઉ ડેટા ચોરીનો આરોપ મુકાયો હતો
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, Mi બ્રાઉઝરથી કંપની ડેટા ચોરી અને પ્રાઈવસી ભંગ કરે છે. રિપોર્ટ અનુસાર, ઈન્કોગ્નિટો મોડમાં પણ યુઝરનો ડેટા ચોરી થઈ શકે છે. જોકે કંપનીએ આ તમામ વાતોનું ખંડન કરી Mi બ્રાઉઝર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ કંપનીએ બ્રાઉઝરમાં નવી અપડેટ લોન્ચ કરી હતી.

વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં
સરકારે અગાઉ 59 ચાઈનીઝ એપ્સ અને હવે 47 ચાઈનીઝ એપ્સ બેન કરી છે. હવે સરકાર ત્રીજી ડિજિટલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે. તેમાં PUBG સહિતની અનેક એપ્સ સામેલ હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Baidu, now the browser of Chinese company Xiaomi has also been banned, Xiaomi is number one in the smartphone market in India.


from Divya Bhaskar https://ift.tt/3fsfDeo

No comments:

Post a Comment