
લેનોવોએ ગુરુવારે ભારતમાં ‘યોગા સ્લિમ 7i’ લેપટોપ લોન્ચ કર્યું છે. આ લેપટોપની ખાસ વાત એ છે કે તેની સ્ક્રીન 180 ડિગ્રી રોટેટ થાય છે. તે 10th જનરેશન ઈન્ટેલ કોર પ્રોસેસરથી સજ્જ છે અને તેમાં 60Whની બેટરી મળે છે. લેપટોપમાં ડેડિકેટેડ GPU ઓપ્શન મળે છે. તેમાં ક્યુ કન્ટ્રોલ ઈન્ટેલિજન્ટ કૂલિંગ ફીચર પણ મળે છે. યુઝરના સિંપલ ટાસ્કમાં લાગતા વર્કિંગને ઓછું કરવા માટે કંપનીએ તેમાં AI બેઝ્ડ અટેન્શન સેન્સિંગ સિસ્ટમ આપી છે.
કિંમત અને અવેલિબિલિટી
‘યોગા સ્લિમ 7i’ની કિંમત 79,990 રૂપિયા છે. તેનું સ્લેટ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. ઓનલાઈન 20 ઓગસ્ટથી અને ઓફલાઈન રિટેલ સ્ટોર પર 14 ઓગસ્ટથી તેનું વેચાણ શરૂ થશે.
‘યોગા સ્લિમ 7i’નાં બેઝિક સ્પેસિફિકેશન
- લેનોવોના આ લેપટોપમાં વિન્ડોઝ 10 OS મળે છે.
- લેપટોપમાં 90% સ્ક્રીન ટુ બોડી રેશિયો ધરાવતી ફુલ HD IPS ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1920x1080 પિક્સલ છે. લેપટોપની સ્ક્રીન 180 ડિગ્રી રોટેટ થઈ શકે છે.
- તેમાં ડોલ્બી વિઝન સપોર્ટ મળે છે. ઓડિયોને તેના ઈનબિલ્ટ 4.0W ડોલ્બી એટમોસ સ્પીકર સિસ્ટમ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 2X2 AX વાઈફાઈ 6 અને થંડરબોલ્ટ 3 મળે છે.
- લેપટોપ 10th જનરેશન ઈન્ટેલ આઈસ લેક કોર i7 CPUથી સજ્જ છે, જે 10nm આર્કિટેક્ચર પર આધારિત છે.
- 2GB VRAM રેમ સાથે તેમાં Nvidia GeForce MX350 GDDR5 ગ્રાફિક્સ કાર્ડ મળે છે.
- લેપટોપમાં 16GB સુધીની રેમ છે, જે 3200MHz પર ક્લોક્ડ છે. સાથે જ 512GB SSD સ્ટોરેજ પણ મળે છે.
- રેપિડ ચાર્જ પ્રો ટેક્નોલોજીથી સજ્જ 60Whની બેટરી મળે છે.
- લેપટોપનું વજન 1.36 કિલોગ્રામ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31PfpZX
No comments:
Post a Comment