Thursday, 13 August 2020

કેવિયર કંપની એલન મસ્કની સ્પેસએક્સની થીમ પર તૈયાર કરશે ‘આઈફોન 12’, ફોનમાં અંતરિક્ષ પહોંચેલા સ્પેસક્રાફ્ટના ટુકડાંઓનો ઉપયોગ થશે

ટેક જાયન્ટ એપલ તેના નેક્સ્ટ જનરેશન ‘આઈફોન 12’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. અત્યાર સુધી ફોનનાં અનેક લીક સામે આવી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અપકમિંગ આઈફોન અમેરિકન બિઝનેસમેન એલન મસ્કની સ્પેસએક્સ કંપનીની થીમ પર લોન્ચ થશે. ફોન એસેસરીઝ બનાવનાર રશિયાની કંપની કેવિયર ‘આઈફોન 12’ના કસ્ટમાઈઝ્ડ ડિઝાઈન ‘મસ્ક બી ઓન માર્શ’નું પ્રિ બુકિંગ શરૂ કર્યું છે.

આ ફોનની કિંમત 3.5 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ફોક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર, આઈફોન 12ની આ એડિશનની કિંમત $5000 (આશરે 3.7 લાખ રૂપિયા) હોઈ શકે છે. આ વેરિઅન્ટમાં એલન મસ્કની સિગ્નેચર પણ મળશે. કેવિયર કંપની આઈફોનનાં લક્ઝરી વેરિઅન્ટ તૈયાર કરે છે. તેમાં ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે.

ગત વર્ષે 99 લક્ઝરી આઈફોન તૈયાર કર્યા હતા
ગત વર્ષે કેવિયરે ‘આઈફોન XS’ અને XS મેક્સના 99 લક્ઝરી વેરિઅન્ટ તૈયાર કર્યા હતા. તેની કિંમત $8370 (આશરે 6.27 લાખ રૂપિયા) હતી. આ ફોનની બેક સાઈડ લાગેલી મિકેનિકલ વોચ અને ડાયલમાં નીલમનો ઉપયોગ થયો છે. કંપની દુનિયાભરમાં આ લક્ઝરી આઈફોનની ફ્રી ડિલિવરી આપે છે. આગામી આઈફોનમાં કંપનીએ સ્પેસએક્સના અંતરિક્ષમાં ગયેલાં સ્પેસક્રાફ્ટના ટુકડાઓ અટેચ કર્યા છે. આ અગાઉ કેવિયરે સોલિડ ગોલ્ડવાળા આઈફોન 12ની પણ જાહેરાત કરી હતી.

8 સપ્ટેમ્બરે આઈફોન 12 લોન્ચ થઈ શકે છે
ટેક ટિપ્સ્ટર iHacktu પ્રોના ટ્વીટ અનુસાર, એપલ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્પેશલ ઈવેન્ટ યોજશે. 8 સપ્ટેમ્બરે યોજાનાર ઈવેન્ટમાં ‘આઈફોન 12’ લોન્ચ થઈ શકે છે. તેમા 5G કનેક્ટિવિટી મળી શકે છે. કંપની નવી એપલ વોચ પણ લોન્ચ કરી શકે છે.

એન્ટ્રી લેવલ વેરિઅન્ટની કિંમત 49,000 રૂપિયા
યુટ્યુબર જોન પ્રોસરના જણાવ્યા અનુસાર, આઈફોન 12 સિરીઝમાં 4 વેરિઅન્ટ લોન્ચ થશે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટમી કિંમત 49,000 રૂપિયા હશે. તેમાં 5.4 ઈંચની OLED સ્ક્રીન અને ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Russian Phone Accessory Company Caviar Is Now Accepting Pre orders For A Customised “Musk Be On Mars” IPhone 12 Design.


from Divya Bhaskar https://ift.tt/2PNkix8

No comments:

Post a Comment