Saturday, 1 August 2020

શું તમે વ્હોટ્સએપ ગ્રૂપના નોટિફિકેશનથી પરેશાન છો? હવે તેને હંમેશા માટે મ્યુટ કરી શકશો

વ્હોટ્સએપના ગ્રૂપ નોટિફિકેશન કેટલાક લોકો માટે ફાયદાકારક હોય છે તો કેટલાક માટે તે કંટાળાજનક હોય છે. જો તમે પણ વ્હોટ્સએપના ગ્રૂપ નોટિફિકેશનથી પરેશાન થઈ ગયા છો તો તમારા માટે વ્હોટ્સએપ એક નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં ઓલવેઝ મ્યુટ નોટિફિકેશનનો ઓપ્શન સામેલ થશે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABeteinfoના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપના કેટલાક બીટા યુઝર્સમાં આ ફીચર જોવા મળ્યું છે.

હાલ 1 વર્ષ સુધી ગ્રૂપ નોટિફિકેશન મ્યુટ કરવા મળે છે
રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઈડના 2.20.197.3 બીટા વર્ઝનમાં મ્યુટ ઓલવેઝ ઓપ્શન સામેલ થયું છે. જોકે તેનો ઉપયોગ કેટલાક બીટા યુઝર્સ જ કરી શકશે. સાથે જ વ્હોટ્સએપમાં એક નવું ફીચર પણ ઉમેરાશે. તેની મદદથી યુઝર્સ 7 દિવસ બાદ ચેટમાંથી મેસેજ ડિલીટ કરી શકે છે.

યુઝર્સે નક્કી કરેલા સમય બાદ ચેટમાંથી સિલેક્ટેડ મેસેજ ડિલીટ થઈ જશે. જોકે હાલ આ ફીચર ગ્રૂપ માટે જ લોન્ચ કરવામાં આવશે. કેટલાક બીટા યુઝર્સ ગ્રૂપ ઈન્ફોમાં જઈ Disappeared પર ક્લિક કરી ટાઈમર ઓન કરી આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Annoyed by WhatsApp group notifications? Now you can mute it forever; WhatsApp’s New Update May Let You Mute Groups Permanently


from Divya Bhaskar https://ift.tt/2Xl8J4h

No comments:

Post a Comment