Saturday, 1 August 2020

શાનદાર 5,000mAh બેટરી, દમદાર ડિસ્પ્લે, અને સ્માર્ટ ફીચર્સથી સજ્જ છે-HONOR 9A

માર્કેટમાં વિવિધ પ્રકારના સ્માર્ટફોન ઉપલબ્ધ છે અને તે જુદી જુદી કિંમત પર મળે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, કોઈ પર્ફોમન્સમાં વધારે સ્ટ્રોંગ ફીચરવાળો હોય છે. કોઈનો કેમેરા પ્રોફેશનલ કેમેરાની જેમ શાનદાર પિક્ચર્સ ક્લિક કરે છે તો કોઈમાં જરૂર કરતાં વધારે રેમ આપવામાં આવી હોય છે. આવી જ રીતે એકસ્ટ્રા ફીચર્સની સાથે એકસ્ટ્રા પૈસા ઉમેરવામાં આવે છે, પરંતુ તે લોકોનું શું જેમને સસ્તા ભાવે સ્માર્ટફોન જોઈતો હોય છે અને સાથે પર્ફોમન્સ, બેટરી, કેમેરા અને લેટેસ્ટ ટેક્નોલોજી પણ? જો તમે પણ તમારા નવા સ્માર્ટફોનથી આવા ફીચર્સની અપેક્ષા રાખતા હોવ તો તમારા માટે HONOR 9A સારો ઓપ્શન છે. આ ફોન તે લોકો માટે સારો છે જે સસ્તી કિંમતમાં આવી ક્વોલિટી ડિવાઈસ ખરીદવા માગે છે, જે તેમની દરેક બાબતને સંતુષ્ટ કરી શકે.

HONOR 9A ફોન એક અફોર્ડેબલ સ્માર્ટફોન હોવા છતાં મેઝિક UI 3.1ની સાથે એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય ઘણા લેટેસ્ટ અને શાનદાર ફીચર્સની સાથે આવે છે. જાણો તેના વિશેષ કારણો, જેને લીધે તમને HONOR 9Aએ વધારે પસંદ આવશે-

1. પાવરફુલ બેટરી, શાનદાર બેકઅપ
HONOR 9Aમાં લાર્જ 5,000mAhની બેટરી આપવામાં આવી રહી છે, જે તમને એક દિવસ કરતાં પણ વધારે બેકઅપ આપવામાં સક્ષમ છે. HONORના સ્માર્ટફોનમાં પહેલીવાર 5,000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી રહી છે. HONORના જણાવ્યા પ્રમાણે, 5,000mAhની બેટરી સાથે તમે 33 કલાક સુધી 4G કોલ, 35 કલાક સુધી વીડિયો પ્લેબેક અથવા તો 37 કલાક સુધી મ્યૂઝિક પ્લેબેક કરી શકો છો. તેનાથી તમને જાણ થશે કે આ બેટરી કેટલું સારું બેકઅપ આપે છે.

2. રિવર્સ ચાર્જિંગ
આ ફોનમાં રિવર્સ ચાર્જિંગ એક પ્રીમિયમ ફીચર છે, જે USB OTG સપોર્ટ કરે છે અને 5V 1.2A પર આધારિત છે. તેની મદદથી તમે તમારી અન્ય ડિવાઇસ પણ ચાર્જ કરી શકશો. હવે એક ફોન બીજા ફોનને ચાર્જ કરશે આ ટેક્નોલોજી ખરેખર પ્રીમિયમ છે.

3. સ્ટોરેજ કેપેસિટી
HONOR 9Aમાં લાર્જ ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં તમને 64 GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ મળશે, જેને તમે 512 GB સુધીના એક્સટર્નલ સ્ટોરેજ સાથે એક્સટેન્ડ કરી શકશો. ફોનમાં 3 સ્લોટ્સ આપવામાં આવ્યા છે, જે તમને 2 4G સિમ સાથે જ એક મેમરી કાર્ડનો ઉપયોગ કરવાની ફ્રીડમ આપે છે. આમ તો 64GB એ ખરેખર સારું જ સ્ટોરેજ છે. પરંતુ 512GBનું એક્સટર્નલ કાર્ડ લગાવવામાં આવે તો પહેલાની જેમ મેમરી ફુલ થઈ જવાની ચિંતા નહીં કરવી પડે.

4. ટ્રિપલ કેમેરા સેટઅપ
HONOR 9Aમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં પ્રાઈમરી કેમેરા 13MP અને 5MPનો સુપર વાઈડ એંગલ કેમેરા છે. આ કેમેરા 120 ડિગ્રી FOV અને ડિસ્ટોર્શન કરેકશન ટેક્નોલોજી સાથે આવે છે. આ ઉપરાંત તેમાં 2MPનો ડેપ્થ કેમેરા પણ છે, જે તમારી ફોટોગ્રાફીની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. ક્લિયર સેલ્ફી માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.

5. એવી ડિસ્પ્લે જેનો વધારે પડતો ઉપયોગ કરવા પર આંખોને થાક નથી લાગતો
સારા વ્યૂઈંગ એક્સપિરિઅન્સ સાથે HONOR 9Aમાં 6.3 ઈંચની ડયૂડ્રોપ ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની ડિસ્પ્લે 1600x720 HD+ રિઝોલ્યુશન સાથે 278 PPI અને 16.7 મિલિયન કલર આપે છે. તેથી વધારે વાર સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાય છે અને આંખ પર જોર નથી પડતું. તેના માટે ફોનમાં આઈ કમ્ફર્ટ મોડ આપવામાં આવ્યો છે, જે TUV Rheinland દ્વારા સર્ટિફાઈડ છે.

6. શાનદાર ડિઝાઈન
HONOR 9Aની ડિઝાઈન અને કલર્સ એટલા આકર્ષક છે કે ભીડમાં આ મોબાઈલ સાથે તમે અલગ તરાઈ આવશો. આ ફોનમાં શાનદાર કલર્સ ઓપ્શન અવેબેલ છે. તેમાં મિડનાઈ બ્લેક અને ફેન્ટમ બ્લૂ કલર વેરિઅન્ટ સામેલ છે. આ બંને કલર્સ તમારું મન મોહી લેશે.

7. દમદાર ઓડિયો માટે પાર્ટી મોડ
HONOR 9Aમાં Huawei Histen 6.0 ટેક્નોલોજી અને સ્માર્ટ પીએ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી તે 88 ડેસિબલના શાનદાર અવાજ આપે છે. આ ફોનમાં પાર્ટી મોડ આપવાાં આવ્યો છે. આ મોડની મદદથી તમે શાનદાર અને મોટા અવાજે સંગીતની મજા માણી શકો છો.

8. અંધારામાં જોવા પર પણ ફોન અનલોક થાય છે
HONOR 9Aમાં ફેસ અનલોક ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી તમે ઓછી લાઈટમાં પણ ફોનમાં જોઈ અનલોક કરી શકો છો. તેમાં ફિંગર પ્રિન્ટ સ્કેનરની પણ સુવિધા આપવામાં આવી છે. તેથી પ્રાઈવસી માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

9. ફ્લેગશિપ ઓપરેટિંગ સિસ્ટમનું શાનદાર પર્ફોમન્સ
આ ફોન HONORનો ફ્લેગશિપ Magic UI 3.1 પર આધારિત છે, જે Android 10 પર આધારિત છે. આ ફોન, તમને ઓલ-રાઉન્ડર પર્ફોમન્સની સાથે સારો યુઝર ઈન્ટરફેસનો અનુભવ પણ પ્રદાન કરે છે. તેનો ઈન્ટરફેસ જોરદાર છે, ડાર્ક મોડ ફીચર અંતર્ગત તમને રાત્રે સારો રીડિંગ એક્સપિરિયન્સ પણ મળશે.

10. AppGallery: ઓફિશિયલ એપ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ
HONOR 9A પ્રિ-ઈન્સ્ટોલ્ડ એડવાન્સ્ડ AppGalleryની સાથે આવે છે. AppGallery કંપનીનું ઓફિશિયલ એપ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે, જે HONOR માટે એપ ડાઉનલોડ અથવા અપડેટ ઉપલબ્ધ કરાવે છે. AppGallery દુનિયાનું ત્રીજી સૌથી મોટું એપ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે અને 170થી વધુ દેશો/વિસ્તારોમાં ઉપલબ્ધ છે. દુનિયાભરમાં તેના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 400+ મિલિયન છે. ભારતમાં AppGallery વધુને વધુ લોકપ્રિય બની છે, છેલ્લા 6 મહિનામાં તેના પર 100+ મિલિયન એપ ડાઉનલોડ કરવામાં આવી છે અને 1 મિલિયનથી વધારે નવા યુઝર જોડાયા છે.

11. પેટલ સર્ચ
આ HONORની ઈન-હાઉસ ડેવલપ કરવામાં આવેલી સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી છે, જે એપ અને ન્યૂઝ અપડેટ સર્ચમાં યુઝર્સને સરળ, છતાં અનન્ય અનુભવ પ્રદાન કરે છે. તેની મદદથી એપ રેકમન્ડેશન અને સર્ચ, ડેઈલી વેધર ફોરકાસ્ટ, ટોપ ન્યૂઝ, લાઈવ સ્પોર્ટ્સ સ્કોર અને શિડ્યુઅલ, વીડિયો, ઈમેજ, સ્ટોક માર્કેટ અપડેટ વગેરેની જાણકારી તમારા સુધી ખાસ અંદાજમાં પહોંચે છે.

સેલ અને ઓફર્સ
HONOR 9Aની આટલી સુવિધાઓ જાણ્યા બાદ તેની કિંમત જાણવા માટે ઉત્સુક હશો. HONOR 9Aની ભારતમાં કિંમત 9,999 રૂપિયા છે, પરંતુ Amazon પર પ્રથમ સેલમાં આ ફોન એક હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે 8,999 રૂપિયામાં મળશે. HONORએ HONOR 9A દ્વારા પોતાના બજેટ સ્માર્ટફોન સિરિઝમાં એક બીજું ડિવાઈસ જોડી દીધું છે. આ ફોન તે લોકો માટે ખૂબ જ સારો ઓપ્શન છે, જે પોતાના ખિસ્સામાંથી વધારે પૈસા ખર્ચ્યા વગર સારો સ્માર્ટફોન ખરીદવા માગે છે.

HONOR 9Aનો સેલ amazon.in પર 6 ઓગસ્ટ 2020 સવારે 11 વાગ્યાથી શરૂ થવાનો છે. તે ઉપરાંત તેની સાથે આકર્ષક બેંક ઓફર્સ પણ આપવામાં આવી છે. એક હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ ઉપરાંત HDFC બેંકનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10%નું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ આ ફોન પર મળશે. તે ઉપરાંત તમને 6 મહિના સુધી ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળે છે. HONOR 9A ખરીદનારા ગ્રાહકોને આકર્ષક ગીફ્ટ જીતવાની તક પણ મળશે. ગ્રાહકો HONOR Indiaના કસ્ટમર સપોર્ટ નંબર 18002109999 પર કોલ કરીને આ ઓફરમાં સામેલ થઈ શકે છે. દરેક સહભાગીને HONORના VIP સર્વિસ બેનિફિટ મળશે તથા હંગામાનું 3 મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. દર સપ્તાહે 3 ભાગ્યશાળી વિજેતા HONOR band 3 પણ જીતી શકે છે. HONOR ઈન્ડિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે, તેનું સોશિયલ મીડિયા હેન્ડલ્સ (Facebook, Twitter, Instagram) ફોલો કરો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Equipped With A Great 5,000mAh Battery, Great Display And Smart Features HONOR 9A


from Divya Bhaskar https://ift.tt/2EIbIxm

No comments:

Post a Comment