
એલેક્સા વોઈસ અસિસ્ટન્ટનો ઉપયોગ તમે સ્માર્ટ લાઈફ બનાવવા માટે કરતા હશો, પરંતુ જો એલેક્સા ડિવાઈસ જ તમારો ડેટા ચોરી કરે તો! જી હા જો તમે એમેઝોન એલેક્સા યુઝર્સ છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. સાઈબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ ચેક પોઈન્ટના રિપોર્ટ અનુસાર, હેકર્સ તમારા ડિવાઈસને હેક કરી તમારો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે. સાથે જ હેકર્સ તમારા ડિવાઈસમાં કોઈ એપ રિમૂવ અને ઈન્સ્ટોલ્ડ પણ કરી શકે છે.
ચેક પોઈન્ટના રિપોર્ટ અનુસાર, હેકર્સ માત્ર એક લિંક જનરેટ કરીને આરામથી યુઝર્સનો ડેટા ચાઉં કરી શકે છે. જો યુઝર્સ હેકર્સ દ્વારા મોકલેલી લિંક પર ક્લિક કરે તો તરત ડિવાઈસનો એક્સેસ મેળવી શકે છે. સિક્યોરિટી ફર્મે આ ખામી વિશે એમેઝોનને જાણ કરતાં જ તે એક્શન મોડમાં આવી ગઈ છે.
એમેઝોને સિક્યોરિટી બગની વાત સ્વીકારી
કંપનીએ આ બગની વાત સ્વીકારતા કહ્યં કે, ડિવાઈસની સુરક્ષા એ કંપનીની પ્રાથમિકતા છે. કંપની સિક્યોરિટી ફર્મના રિસર્ચની આભારી છે. જોકે અત્યાર સુધી આ બગને લીધે કોઈ કસ્ટમર ભોગ બન્યું નથી. તેનું નિરાકરણ લાવવા માટે કંપની કામ કરી રહી છે.
લિંક જનરેટ કરીને ડેટા ચોરી
રિપોર્ટ અનુસાર, એલેક્સા ડિવાઈસને હેક કરવા માટે હેકર્સ એમેઝોન લિંક તૈયાર કરી તેને યુઝર્સને મોકલે છે. યુઝર્સના આ લિંક પર ક્લિક કરતાં જ હેકર્સ ડિવાઈસ હેક કરી લે છે. તેની મદદથી તે આરામથી ડિવાઈસમાં એપ્સ ઈન્સ્ટોલ્ડ કરી શકે છે અને રિમૂવ કરી શકે છે. હેકર્સ પર્સનલ ડેટા અને કન્વર્ઝેશન હિસ્ટ્રી પણ ચોરી કરી શકે છે
બેંક અકાઉન્ટ્સ ડિટેઈલ્સ પણ લીક થઈ શકે છે
- રિપોર્ટ અનુસાર,આ બગના લીધે હેકર્સ બેંક અકાઉન્ટ પણ હેક કરી શકે છે અને પૈસા ચાઉં કરી શકે છે.
- જોકે કંપનીએ બેંક અકાઉન્ટ હેક થવાની વાત પર આપત્તિ વ્યક્ત કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે એલેક્સાને બેંકિંગ રેકોર્ડથી દૂર રાખવામાં આવ્યું છે.
- રિપોર્ટ અનુસાર હેકર્સ એલેક્સા યુઝર્સની એેમેઝોન પ્રોફાઈલનો ડેટા ચોરી કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XZdXmM
No comments:
Post a Comment