Friday, 14 August 2020

‘રિઅલમી C15’ અને ‘રિઅલમી C12’ સ્માર્ટફોન ભારતમાં 18 ઓગસ્ટે લોન્ચ થશે, જાણો તેના સ્પેસિફિકેશન અને ફીચર્સ

રિઅલમી કંપની ભારતમાં 18 ઓગસ્ટે એક લોન્ચિંગ ઈવેન્ટ યોજશે. તેમાં ‘રિઅલમી C15’ અને ‘રિઅલમી C12’ સ્માર્ટફોન લોન્ચ થશે. બંને ફોનમાં 6000mAhની બેટરી અને મિની ડ્રોપ 6.5 ઈંચની ફુલ સ્ક્રીન મળશે. કંપનીએ ટ્વીટ કરીને ફોનનાં લોન્ચિંગની માહિતી આપી છે.

‘રિઅલમી C15’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે મળશે.
  • બેટરી સેવર માટે ફોનમાં AI પાવર સેવિંગ મોડ મળશે, જે 5% બેટરીને 2.45 કલાક સુધી ચલાવશે.
  • ફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે, જે 30 મિનિટમાં 25% ફોન ચાર્જ કરશે.
  • ફોનમાં 13MP + 8MP + 2MP + 2MPનું પ્રાઈમરી રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • કેમેરા સેટઅપ સુપર નાઈટસ્કેપ, સ્લો મોશન અને HDR મોડ સપોર્ટ કરશે.
  • 6000mAhની બેટરી 46 કલાકનું કોલિંગ, 60 કલાકનું મ્યૂઝિક અને 28 કલાક યુટ્યુબ સ્ટ્રિમિંગ આપશે.
  • ફોનની કિંમત 12,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

‘રિઅલમી C12’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ ફોનમાં પણ 6.5 ઈંચની ડિસ્પ્લે મળશે.
  • આ ફોનમાં પણ 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે, જોકે ફોનમાં કુલ 3 રિઅર કેમેરા મળશે.
  • ફોનનું રિઅર કેમેરા સેટઅપ ક્રોમા બૂસ્ટ, સ્લો મોશન વીડિયો અને HDR મોડ સપોર્ટ કરશે.
  • 6000mAhની બેટરી 46 કલાકનું કોલિંગ, 60 કલાકનું મ્યૂઝિક અને 28 કલાક યુટ્યુબ સ્ટ્રિમિંગ આપશે.
  • ફોનની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 'Realme C15' and 'Realme C12' smartphones will be launched in India on August 18, find out its specifications and features


from Divya Bhaskar https://ift.tt/2XZdUY8

No comments:

Post a Comment