
જો તમે ઝૂમ અથવા માઈક્રોસોફ્ટ ટીમ સહિતની વીડિયો કોલિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. વીડિયો કોલિંગની મજા તમારે ખિસ્સાં માટે સજા સાબિત થઈ શકે છે. વાત એમ છે કે ટેલિકોમ કંપનીઓએ હવે એપનાં માધ્યમથી પણ ઈન્ટરનેશનલ વીડિયો કોલિંગ માટે ચાર્જ વસૂલવાની તૈયારી કરી લીધી છે. જોકે ટોલ ફ્રી નંબર પર ચાર્જ નહીં આપવો પડે. આ સંબંધિત ટેલિકોમ કંપનીઓ SMS દ્વારા અલર્ટ આપી રહી છે.
TRAIના નિર્દેશો પછી ગ્રાહકોને અલર્ટ કર્યા
TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ જણાવ્યું હતું કે કંપનીઓ તેમના ગ્રાહકોને જણાવે કે એપનાં માધ્યમથી પણ ઈન્ટરનેશનલ વીડિયો કોલિંગ માટે ચાર્જ આપવો પડશે. ત્યારબાદ કંપનીઓએ ગ્રાહકોને SMS સેન્ડ કરી અલર્ટ કર્યા છે. કેટલાક ગ્રાહકોએ TRAI અને ટેલિકોમ કંપનીઓને કેટલાક મહિનાથી વધારે બિલ અમાઉન્ટ માટે ફરિયાદ કરી છે.
મોબાઈલથી વીડિયો કોલિંગ માટે ચાર્જ આપવો પડશે
એક ટેલિકોમ એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર, લેપટોપ કે ડેસ્કટોપથી નહીં પણ ગ્રાહકોએ મોબાઈલ ઈન્ટરનેશનલ વીડિયો કોલિંગ માટે પૈસા આપવા પડશે. મોટા ભાગના યુઝર્સને ખબર નથી હોતી કે તેઓ સેલ્યુલર નેટવર્કનાં માધ્યમથી ઈન્ટરનેશલ વીડિયો કોલિંગ કરી રહ્યા છે તેથી ISD ચાર્જ વસૂલવામાં આવે છે.
વર્ક ફ્રોમ હોમને લીધે વીડિયો કોલિંગનું વલણ વધ્યું
કોરોનાવાઈરસને લીધે વર્ક ફ્રોમ હોમનું વલણ વધ્યું હોવાથી વીડિયો કોલિંગની ડિમાન્ડ વધી છે. ભારતમાં વીડિયો કોલિંગમાં અધધ વધારો થયો છે. આ દરમિયાન અનેક નવી વીડિયો કોલિંગ એપ પણ લોન્ચ થઈ છે. ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને રિલાયન્સ જિયોએ પણ પોતાની વીડિયો કોન્ફરન્સિંગ એપ જિયો મીટ લોન્ચ કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3arrbNS
No comments:
Post a Comment