
ટેક જાયન્ટ ગૂગલે સ્માર્ટવોચના વિયર OS અપડેટ વિશે માહિતી આપી છે. કંપની આગામી મહિનાઓમાં તેને લોન્ચ કરી શકે છે. નવી અપડેટમાં ઈમ્પ્રૂવ્ડ પફોર્મન્સ અને સિંપલ પેરિંગ પ્રોસેસ મળશે. નવી અપડેટ ક્વૉલકોમ સ્નેપડ્રેગન વિયર 4100 અને 4100+ પ્લેટફોર્મ પર સપોર્ટ કરશે. આ નવી અપડેટ એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ હશે. ખાસ વાત એ છે કે હવે કોરોનાકાળને ધ્યાનમાં રાખીને કંપનીએ તેમાં નવું હેન્ડ વોશ રિમાઈન્ડર ફીચર પણ ઉમેર્યું છે.
20% ઝડપી એપ્સ એક્સેસ કરી શકાશે
ગૂગલ #11weeksofAndroid સિરીઝના ભાગ રૂપે સ્માર્ટવોચની નવી અપડેટ લોન્ચ કરશે. નવી અપડેટમાં યુઝર્સ 20% ઝડપી એપ્સ એક્સેસ કરી શકશે. તેમાં પેરિંગ પ્રોસેસ પણ સરળ બનશે. નવાં વર્કઆઉટ મોડ્સનો પણ ઉમેરો થશે સાથે જ LTE કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.
ક્વૉલકોમ સ્નેપડ્રેગન વિયર 4100 અને 4100+ પ્લેટફોર્મ પર સપોર્ટ
નવી અપડેટ તમામ પ્લેટફોર્મ પર રન નહીં કરે. ક્વૉલકોમ સ્નેપડ્રેગન વિયર 4100 અને 4100+ પ્લેટફોર્મ પર જ સપોર્ટ કરશે. કંપનીએ ગત મહિને જ તેને લોન્ચ કર્યાં છે. આ પ્લેટફોર્મ ક્વૉલકોમ સ્નેપડ્રેગન વિયર 3100ની સરખામણીએ 85% ફાસ્ટર છે અને 25% ઓછી ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે.
નવું વેધર ઈન્ટરફેસ મળશે
નવી અપડેટમાં 20 સેકન્ડ સુધી હાથ ધોવા માટે ટાઈમર પણ મળશે. સાથે જ નવું વેધર ઈન્ટરફેસ મળશે, જેને સમજવામાં યુઝરને સરળતા રહેશે. તે યુઝર્સને દરેક કલાકની અપડેટ આપશે. તેથી યુઝર વેધરને અનુકૂળ પ્લાન બનાવી શકશે. ડેવલપર્સ વિયરેબલ્સ એપ સરળતાથી ડેવલપ કરી શકે તે માટે ગૂગલને એન્ડ્રોઈડ સ્ટુડિયો, કોટલિન અને જેટપેક લાઈબ્રેરીમાં સુધારો કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31VlLqV
No comments:
Post a Comment