સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં 30 જુલાઈએ ‘ગેલેક્સી M31s’ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આજે એટલે કે ગુરુવારથી તેનું વેચાણ શરૂ થયું છે. ફોનનાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે. ફોનમાં પ્રિ-ઈન્સ્ટોલ્ડ Intelli-Cam ફીચર મળે છે. ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે.
કિંમત અને વેરિઅન્ટ
ફોનનાં 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે અને 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 21,499 રૂપિયા છે. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
ઓફર
એમેઝોન પરથી આ ફોનની ખરીદી HDFC બેંકનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડથી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઓફર હેઠળ 11,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે. જોકે આ તમામ ઓફર્સનો લાભ માત્ર પ્રાઈમ મેમ્બર્સને જ મળશે
‘ગેલેક્સી M31s’ની વિશેષતાઓ
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
- ફોનનો કેમેરા 4K વીડિયો રેકોર્ડિગ, સ્લો મોશન, AR ડૂડલ્સ અને AR ઈમોજી સહિતનાં ફીચર સપોર્ટ કરે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
‘ગેલેક્સી M31s’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.5 ઈંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+ AMOLED |
| OS | એન્ડ્રોઈડ 10 વિથ One UI |
|
પ્રોસેસર |
ઓક્ટા કોર એક્સીનોસ 9611 |
|
રિઅરકેમેરા |
64MP (પ્રાઈમરી કેમેરા)+ 12MP (123 ડિગ્રી અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ) + 5MP (ડેપ્શ સેન્સર) + 5MP (મેક્રો સેન્સર) |
|
ફ્રન્ટ કેમેરા |
32MP |
| રેમ | 6GB/ 8GB |
| સ્ટોરેજ | 128GB |
| બેટરી | 6,000mAh વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જર |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30xRsqx
No comments:
Post a Comment