
કોરોનાને લીધે ઓનલાઈન સ્ટડી અને વર્ક ફ્રોમ હોમનું વલણ વધી જવાથી સ્ક્રીન શેરિંગ એપની ડિમાન્ડ વધી છે. પ્લે સ્ટોર પર આવી અનેક એપ્સ અવેલેબલ છે. તેનાથી કોઈ પણ ડિવાઈસનો કન્ટ્રોલ તમે લઈ શકો છો. જોકે તેના ફાયદા અને નુક્સાન બંને છે. તેનાથી તમે કોઈની મદદ પણ કરી શકો છો તો તમારે ડેટા ચોરી પણ થઈ શકે છે. તો આવો જાણીએ આવી કઈ એપ્સ અવેલેબલ છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનાથી કેવા પ્રકારના નુક્સાન અને ફાયદા થાય છે...
કેવી રીતે સ્ક્રીન શેરિંગ એપ કામ કરે છે?
સ્ક્રીન શેરિંગનો અર્થ થાય છે કે એક ડિવાઈસની સ્ક્રીનનો કન્ટ્રોલ બીજા ડિવાઈસનો યુઝર કરી શકે છે. તે ફોન ટુ ફોન, ફોન ટુ ટીવી અને ફોન ટુ કમ્પ્યૂટર પર પણ કરી શકાય છે. મોટા ભાગની એપ્સ સ્માર્ટફોન અને ટેબ્લેટ પર રન કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એપ બંને લોકો (શેર કરનાર અને કન્ટ્રોલ મેળવનાર) પાસે હોવી જોઈએ. જે ડિવાઈસને કન્ટ્રોલમાં લેવાનું છે તેને વિક્ટિમ ડિવાઈસ પણ કહેવાય છે. વિક્ટિમ ડિવાઈસમાં એપ લોગ ઈન કર્યા બાદ કોડ અથવા પાસવર્ડ અન્ય ડિવાઈસને આપવાનો હોય છે. કન્ટ્રોલ લેનાર યુઝર આ પાસવર્ડ સબમિટ કરશે એટલે વિક્ટિમ ડિવાઈસે તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની હોય છે. ત્યારબાદ સંપૂર્ણ રીતે ડિવાઈસ કન્ટ્રોલ કરી શકાય છે.
1. Inkwire

આ એપ એન્ડ્રોઈડના 5.0 વર્ઝન અને તેની ઉપરના તમામ વર્ઝનનાં ડિવાઈસ પર કામ કરે છે. એપ ઓપન કરવા પર શેર અને એક્સેસનો ઓપ્શન જોવા મળશે. શેર પર ક્લિક કરવા પક એક્સેસ કોડ જનરેટ થશે, તેને બીજા ડિવાઈસમાં સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ કન્ટ્રોલર ડિવાઈસ વિક્ટિમ ડિવાઈસની સ્ક્રીન કન્ટ્રોલ કરી શકશે. તેમાં માઈક્રોફોન અનેબલ કરવાનો પણ ઓપ્શન મળે છે.
2. AnyDesk Remote Control

આ એપના ઉપયોગ માટે વિક્ટિમ ડિવાઈસના મેન્યુ ઓપ્શનમાં જઈ સેટિંગમાં જઈ Alias અને પાસવર્ડ સેટ કરવાના રહેશે. આ જ Alias અને પાસવર્ડને કન્ટ્રોલર ડિવાઈસે સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ વિક્ટિમની સ્ક્રીન કન્ટ્રોલર ડિવાઈસ પર જોઈ શકાશે.
3. AirMirror

આ એપ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે તેને 4.5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ એપ થોડી હટકે છે. સ્ક્રીન શેરિંગ માટે બંને ડિવાઈસે અલગ અલગ એપ્સ ઈન્સ્ટોલ્ડ કરવાની રહેશે. વિક્ટિમ ડિવાઈસે એરમિર એપ ઈન્સ્ટોલ્ડ કરવાની રહેશે તો કન્ટ્રોલર ડિવાઈસે એરડ્રોઈડ એપ ઈન્સ્ટોલ કરવાની રહેશે. સાઈન અપ/ સાઈન ઈનની પ્રોસેસ પૂરી કર્યા બાદ એકબીજાના ડિવાઈસનું નામ જોઈ શકાશે. કન્ટ્રોલ, કેમેરા અને સ્ક્રીન મિરરિંગમાંથી કોઈ 1 ઓપ્શનની પસંદગી કરવાની રહેશે.
4. TeamViewer

પ્લે સ્ટોર પર આ એપ અવેલેબલ છે. તેને 3.5 સ્ટાર રેટિંગ મળ્યું છે. વિક્ટિમ ડિવાઈસે TeamViewer ક્વિક સપોર્ટ અને કન્ટ્રોલર ડિવાઈસે TeamViewer એપ ઈન્સ્ટોલ્ડ કરવાની રહેશે. ક્વિક એપ ઓપન કર્યા બાદ આઈડી જનરેટર થશે. બીજા ડિવાઈસમાં તે સબમિટ કર્યા બાદ બંને ડિવાઈસ કનેક્ટ થઈ જશે.
5. ApowerMirror

આ એપનો ઉપયોગ ટીવી, ફોન અને PCમાં કરી શકાય છે. પ્લે સ્ટોર પર એપને 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. તેની મદદથી એન્ડ્રોઈડ ટુ એન્ડ્રોઈડ, એન્ડ્રોઈડ ટુ iOS અને iOS ટુ iOS ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે. સ્ક્રીન શેરિંગ સાથે તે સ્ક્રીન શોર્ટની પણ સુવિધા આપે છે.
તમારો ફોન બીજા વ્યક્તિને આપતા પહેલાં સાવચેત રહો
તમે ઘણી વખત ફ્રેન્ડ્સ કે સહકર્મચારીને ફોન આપી દેતા હો છો. તમારી જાણ વગર આ પ્રકારની એપ્સ ઈન્સ્ટોલ્ડ કરી તમારો ડેટા ચોરી થઈ શકે છે. તમારી પર્સનલ ડિટેઈલ, બેકિંગ ટ્રાન્જેક્શન સહિતની માહિતી લીક થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31N9Mvo
No comments:
Post a Comment