Saturday, 8 August 2020

એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ફ્રીડમ સેલ ઓફર, એકજેવા જ સ્માર્ટફોન, ટીવી અને અન્ય ડિવાઇસ કોણ વધુ સસ્તી કિંમતે આપી રહ્યું છે જાણો

કોવિડ-19 રોગચાળા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા ધીરે ધીરે વેગ પકડી રહી છે. માર્કેટમાં એકબાજુ દુકાનો ખૂલી રહી છે તો બીજીબીજુ ઇ-કોમર્સ કંપનીઓ પણ ડિસ્કાઉન્ટ અને સેલ વધારવા ગ્રાહકો માટે અટ્રેક્ટિવ ઓફર્સ લઇને આવી છે. દેશની બે મોટી ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલ લાવી છે, જેમાં લગભગ તમામ પ્રકારની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એમેઝોનનો આ સેલ 8થી 11 ઓગસ્ટ અને ફ્લિપકાર્ટનો સેલ 6થી 10 ઓગસ્ટ સુધી ચાલશે. સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ટીવી, હેડફોન વગેરે જેવી ડિવાઇસિસ પર ઓફર્સ લઇને આવી છે. પરંતુ અહીં અમે તમને આ બંને વેબસાઇટની એવી 9 કોમન પ્રોડક્ટ્સ વિશે જણાવી રહ્યા છે જેની કિંમત બંને વેબસાઇટ પર અલગ રાખવામાં આવી છે.

સૌપ્રથમ ચીનની સ્માર્ટફોન કંપની વીવોના વીવો V17 સ્માર્ટફોનની વાત કરીએ. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર આ ફોનની કિંમત 27,990 રૂપિયા છે. પરંતુ એમેઝોન તેને 21,990 રૂપિયામાં વેચી રહી છે. તેમજ, ફ્લિપકાર્ટ પર આ ફોન 24,990 રૂપિયામાં મળી રહ્યોછે. એટલે કે, એમેઝોન પર 3 હજાર રૂપિયાનો વધારે ફાયદો થઈ રહ્યો છે.

ફોનનાં સ્પેસિફિકેશન્સ

  • 8GB રેમ, 128GB સ્ટોરેજ, 256GB સુધી એક્સ્પાન્ડેબલ
  • 6.44 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે
  • 48+8+2MP રિઅર કેમેરા, 32MP ફ્રંટ કેમેરા
  • 4500mAh લિ-આયન બેટરી
  • ક્વાલકોમ સ્નેપડ્રેગન 675AIE પ્રોસેસર

એપલનો પ્રીમિયમ આઇફોન 11 પણ ફ્લિપકાર્ટ કરતાં એમેઝોન પર સસ્તો મળી રહ્યો છે. આ હેન્ડસેટને એમેઝોન પરથી 62,900 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમજ, ફ્લિપકાર્ટ પર તેની કિંમત 68,300 રૂપિયા છે. એટલે કે એમેઝોન પર 5,400 રૂપિયાનો ફાયદો થશે.

આઇફોન 11નાં સ્પેસિફિકેશન્સ

  • 6.1 ઇંચની લિક્વિડ રેટની HD ડિસ્પ્લે
  • 64GB સ્ટોરેજ
  • 12+12MP રિઅર કેમેરા, 12MP ફ્રંટ કેમેરા
  • A13 બાયોનિક ચિપ પ્રોસેસર

સેમસંગની M સિરીઝનો પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી M31 પણ ફ્લિપકાર્ટ કરતાં એમેઝોન પર સસ્તો છે. તેનું કારણ એ પણ છે કે આ સ્માર્ટફોન એમેઝોન પર એક્સક્લુઝિવ સેલ થઈ રહ્યો છે. તેમજ, ફ્લિપકાર્ટ તેને 18,914 રૂપિયામાં વેચી રહી છે.

ફોનનાં સ્પેસિફિકેશન્સ

  • 6GB રેમ, 64GB સ્ટોરેજ, 512GB સુધી એક્સ્પાન્ડેબલ
  • 6.4 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે
  • 64+8+5+5MP રિઅર કેમેરા, 32MP ફ્રંટચ કેમેરા
  • 6000mAh બેટરી
  • સેમસંગ એક્સનોસ 9 ઓક્ટા 9611 પ્રોસેસર

ચીનનો સ્માર્ટફોન રેડમી 8A ફોન પણ એમેઝોન પરથી સસ્તામાં ખરીદી શકાય છે. ફોનની કિંમત 8,499 રૂપિયા છે. તેને એમેઝોન પર 7,499 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. તેમજ, ફ્લિપકાર્ટ તેને 8,170 રૂપિયામાં વેચી રહી છે. એટલે કે, ડિસ્કાઉન્ટ પછી પણ આ ફોન એમેઝોન પર 671 રૂપિયા સસ્તો છે.

ફોનનાં સ્પેસિફિકેશન

  • 2GB રેમ, 32GB સ્ટોરેજ, 512GB સુધી એક્સ્પાન્ડેબલ
  • 6.22 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે
  • 13+2MP રિઅર કેમેરા, 8MP ડ્યુઅલ ફ્રંટ કેમેરા
  • 5000mAh બેટરી
  • સ્નેપડ્રેગન 439 ઓક્ટાકોર પ્રોસેસર

પ્રીમિયમ સ્માર્ટફોન બનાવનારી કંપની વનપ્લસ 7T સ્માર્ટફોનને એમેઝોન 37,999 રૂપિયામાં વેચી રહી છે. તેમજ, ફ્લિપકાર્ટ પર આ હેન્ડસેટ 38,999 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે એમેઝોન પર આ 1,000 રૂપિયા સસ્તો છે.

ફોનનાં સ્પેસિફિકેશન્સ

  • 8GB રેમ, 256GB સ્ટોરેજ
  • 6.55 ઇંચ ડિસ્પ્લે
  • 48+12+16MP રિઅર કેમેરા, 16MP ફ્રંટ કેમેરા
  • 3800mAh બેટરી
  • ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર

સ્માર્ટફોનના સેલમાં એમેઝોન પર સસ્તામાં પ્રોડક્ટ્સ મળી રહી છે, તો ટેલિવિઝન કેટેગરીમાં ફ્લિપકાર્ટ ઉપર જોવા મળી રહ્યું છે. હાયર કંપનીનું LE32K6500AG મોડેલ નંબર ધરાવતું સ્માર્ટ ટીવી ફ્લિપકાર્ટ પર વધારે સસ્તું છે. તેની કિંમત 24,990 રૂપિયા છે, જેને એમઝોન પર 18,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તેમજ, ફ્લિપકાર્ટ પર આ 15,499 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે, ફ્લિપકાર્ટ પર આ 3,500 રૂપિયા સસ્તું છે.

ટીવીનાં સ્પેસિફિકેશન્સ

નેટફ્લિક્સ, ડિઝ્ની, હોટસ્ટાર, યુટ્યુબનું એક્સેસ

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ

32 ઇંચ HD રેડી (1366 x 768 પિક્સલ)

16 વોટ સાઉન્ડ આઉટપુટ

Vu કંપનીનું 32 ઇંચ ટેલિવિઝન પણ ફ્લિપકાર્ટ પર સસ્તું છે. આ અલ્ટ્રા એન્ડ્રોઇડ ટીવીની કિંમત 15,000રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર આ 12,199 રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે એમેઝોન તેને 13,000 રૂપિયામાં વેચી રહ્યું છે. એટલે કે ફ્લિપકાર્ટ પર આ 801 રૂપિયા સસ્તું છે.

ટીવીનાં સ્પેસિફિકેશન્સ

નેટફ્લિક્સ, ડિઝ્ની, હોટસ્ટાર, યુટ્યૂબનું એક્સેસ

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ

ગૂગલ આસિસ્ટન્ટ, ક્રોમકાસ્ટ ઇન બિલ્ટ

32 ઇંચ HD રેડી (1366 x 768 પિક્સલ)

20 વોટ સાઉન્ડ આઉટપુટ

એવું નથી કે ફ્લિપકાર્ટ પર ફક્ત કોમ ટીવીના મોડેલ જ સસ્તાં છે. પરંતુ બોટ કંપનીના રોકર્જ 450 વાયરલેસ બ્લુટૂથ હેડફોન પણ અહીં એમેઝોન કરતાં સસ્તો છે. 3,990 કિંમતવાળો આ હેડફોનન એમેઝોન 1,799 રૂપિયામાં અને ફ્લિપકાર્ટ પર 999 રૂપિયામાં વેચી રહી છે. એટલે કે ફ્લિપકાર્ટ પર આ 800 રૂપિયા સસ્તા છે.

હેડફોનનાં સ્પેસિફિકેશન્સ

ઇન-બિલ્ટ માઇક

કનેક્ટર ટાઇપ 3.5mm

40mm ડ્રાઇવર HD સાઉન્ડ

અડજસ્ટેબલ એરકપ્સ

8 કલાકનું પ્લેબેક

​​​​​​​

ગોપ્રો સિરીઝનો એક્શન કેમેરા હીરો 8ના કેમેરાની કિંમત એમેઝોન પર ફ્લિપકાર્ટ કરતાં ઓછી છે. એમેઝોન આ કેમેરાને 32,400 રૂપિયામાં વેચી રહી છે. તેમજ, ફ્લિપકાર્ટ પર તેની કિંમત 32,999 રૂપિયા છે. એટલે કે એમેઝોન પર 599 રૂપિયા સસ્તો છે.

ગો પ્રો હીરો 8K સ્પેસિફિકેશન 12 મેગાપિક્સલનો લેન્સ 4K રેકોર્ડિંગ 60 ફ્રેમ ફુલ HD રેકોર્ડિંગ 240 ફ્રેમ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Find out who is offering the Freedom Sale offer on Amazon and Flipkart, the same smartphone, TV and other devices at a cheaper price.


from Divya Bhaskar https://ift.tt/3gGmJNF

No comments:

Post a Comment