કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ મેકર ગોદરેજે કોરોનાકાળમાં આવશ્યકતા જોઈને UV કેસ લોન્ચ કર્યું છે. આ UV કેસમાં ડેઈલી પ્રોડક્ટ્સને સરળતાથી સેનિટાઈઝ કરી શકાય છે. તેમાં ચલણી નોટો, જ્વેલરી, મોબાઈલ ફોન, માસ્ક અને PPE કિટ સહિત અનેક ચીજ વસ્તુઓને સેનિટાઈઝ કરી શકાય છે. આ UV કેસ ઓટો કટ ઓફ ફીચરથી સજ્જ છે. તેમાં UV-C લાઈફ ડિસઈન્ફેક્શન ટેક્નોલોજી મળે છે.
આ ડિવાઈસ કેમિકલ ફ્રી છે
UV કેસનું પરીક્ષણ CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ) અને ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની લેબમાં કરવામાં આવ્યું છે. તે સેનિટાઈઝેશનની પ્રક્રિયા કેમિકલ ફ્રી કરે છે, જે 99.9% વાઈરસ અને બેક્ટેરિયાનો નાશ કરે છે.
કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી કરી શકાશે
કંપનીએ UV કેસના 3 વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. 15 લિટરની ક્ષમતા ધરાવતા વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા, 30 લિટરની ક્ષમતા ધરાવતા વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા અને 54 લિટરની ક્ષમતા ધરાવતા વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે.
UV-C લાઈફ ડિસઈન્ફેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ
કંપનીએ આ ડિવાઈસમાં UV-C લાઈફ ડિસઈન્ફેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. કોરોનાવાઈરસ મહામારી આવ્યા બાદ દુનિયાભરમાં UV-C સ્ટેરિલાઝરની માગ વધી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના જણાવ્યા અનુસાર, UV-Cથી કોવિડ-19 સહિત 65 પ્રકારના વાઈરસ અને બેક્ટેરિયા નાશ કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3abaZk4
No comments:
Post a Comment