Sunday, 9 August 2020

પૂલ પાર્ટી હોય કે ઘરનું કોઈ ફંક્શન DJ સ્પીકર્સ જેવો જ એક્સપિરિઅન્સ આપશે આ 10 પોર્ટેબલ સ્પીકર્સ, કિંમત 5 હજાર રૂપિયા કરતાં પણ ઓછી

હાલ કોરોનાકાળમાં અનેકો વખત તમારું મન થયું હશે કે તમે પૂલ પાર્ટી કે પબમાં જઈ DJના તાલે મન હળવું કરો, પરંતુ કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા નિયમોમાં તે હાલ તો શક્ય નથી. તેવામાં તમે તમારા ઘરે જ પૂલ પાર્ટી અને નાની એવી હાઉસ પાર્ટી ગોઠવી શકો છો. તેમાં મ્યૂઝિકના સારા એક્સપિરિઅન્સ માટે DJ જેવો જ અનુભવ કરાવતા પોર્ટેબલ સ્પીકરનો ઉપયોગ કરી શકાય છે. તો આવો જાણીએ 5,000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતના આવા 10 પોર્ટેબલ સ્પીકરના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે...

1. JBL ફ્લિપ 3: કિંમત ₹ 4,999

આ સ્પીકર દેખાવમાં આબેહુબ ફ્લિપ એસેન્શિયલ જેવું લાગે છે. તે વોટર રેઝિસ્ટન્ટ છે. તેનો ઉપયોગ પૂલ પાર્ટીમાં કરી શકાય છે. તેમાં 16 વૉટનું સાઉન્ડ આઉટપુટ મળે છે. ક્લિઅર કોલિંગ માટે તેમાં નોઈઝ અને ઈકો કેન્સલેશન ટેક્નોલોજી પણ મળે છે. તેમાં એકસાથે 3 ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે. તેમાં 3000mAhની બેટરી મળે છે. ફુલ ચાર્જ પર તે 10 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે.

2. જૂક રૉકર થંડર XXL: કિંમત ₹ 4,999

પૂલ પાર્ટી કે નાની એવી હાઉસ પાર્ટીમાં આ સ્પીકર મ્યૂઝિકનો સારો એક્સિરિઅન્સ આપશે. તેમાં 70 વૉટનું સાઉન્ડ આઉટપુટ મળે છે. તેમાં FM રેડિયો, વન ક્લિક રેકોર્ડિંગ, કાર્ડ સ્લોટ, વાયરલેસ માઈક સહિતનાં ફીચર્સ મળે છે. તેને DVD, લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી સાથે પણ કનેક્ટ કરી શકાય છે. સ્પીકરમાં LED લાઈટ છે અને વ્હિલ પણ અટેચ છે. ફુલ ચાર્જ થવામાં સ્પીકર 4થી 5 કલાકનો સમય લે છે, ત્યારબાદ તે 2થી 5 કલાકનું બેકઅપ આપે છે.

3. JVC XS-XN635: કિંમત ₹4,999

એટ્રેક્ટિવ ડિઝાઈનવાળું આ સ્પીકર 100 વૉટનું સાઉન્ડ આઉટપુટ આપે છે. સ્પીકરમાં 10 મીટર સુધીની વાયરલેસ રેન્જ મળે છે. તેમાં મેમરી કાર્ડ સ્લોટ, બ્લુટૂથ, USB પોર્ટ સહિતનાં ફીચર્સ મળે છે. તેમાં મ્યૂઝિક એક્ટિવેટેડ LED લાઈટ્સ પણ આપવામાં આવી છે. તેનું વજન 4 કિલોગ્રામ છે.

4. JBL ફ્લિપ એસેન્શિયલ: કિંમત ₹ 4,699

નાનકડું દેખાતું આ સ્પીકર સારો મ્યૂઝિક એક્સપિરિઅન્સ આપે છે. તેમાં 16 વૉટનું સાઉન્ડ આઉટપુટ મળે છે. તે ફુલ ચાર્જમાં 3.5 કલાકનો સમય લે છે, ત્યારબાદ તે 10 કલાકનું પ્લેબેક આપે છે. આ સ્પીકર વોટર રેઝિસ્ટન્ટ છે. તેથી પૂલ પાર્ટી માટે આ એક સારો ઓપ્શન રહેશે.

5. ઈન્ફિનિટી CLUBZ 750: કિંમત ₹ 4,999

આ સ્પીકરમાં 20 વૉટનું સાઉન્ડ આઉટપુટ મળે છે. બ્લુટૂથની મદદથી તેને સ્માર્ટફોન અને લેપટોપ સાથે કનેક્ટ કરી શકાય છે. તેની રેન્જ 10 મીટરની છે. તેમાં 2600mAhની બેટરી મળે છે. ફુલ ચાર્જમાં તે 4 કલાકનો સમય લે છે, ત્યારબાદ તે 10 કલાકનું પ્લેબેક આપે છે.

6. ફિલિપ્સ BT6900B/00: કિંમત ₹ 4,599

ફિલિપ્સના આ સ્પીકરમાં 10 વૉટનું સાઉન્ડ આઉટપુટ મળે છે. તેને મોબાઈલ, ટેબ્લેટ અન mp3 પ્લેયર સાથે કનેક્ટ કરી શકાય છે. તે 30 મીટરની બ્લુટૂથ રેન્જ આપે છે. તેને IP57 રેટિંગ મળ્યું છે. અર્થાત આ સ્પીકર વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને શૉકપ્રૂફ છે. ફુલ ચાર્જમાં તે 10 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે.

7. ટી-સીરિઝ TR-S8A: કિંમત ₹ 4,490

ટી-સીરિઝનું TR-S8A વાયરલેસ બ્લુટૂથ-USB સ્પીકર પણ 5000થી ઓછી કિંમત માટે સારો ઓપ્શન છે. તેમાં 12 વૉટનો સાઉન્ડ આઉટપુટ મળશે, જે કોઈ પણ મોટા હોલ, પૂલ પાર્ટી કે ઘરની પાર્ટી માટે યોગ્ય છે. તેમાં FM રેડિયો, ઓક્સ અને USB જેવા કનેક્ટિવિટીના ઓપ્શન મળે છે. સ્પીકર LED ડિસ્પ્લે અને ડિસ્કો લાઈટ્સથી સજ્જ છે. તેમાં રિમોટ કન્ટ્રોલ અને વાયર્ડ માઈક મળે છે. સ્પીકરમાં 2200 mAhની રિચાર્જેબલ લિથિયમ બેટરી છે. ચાર્જ થવામાં 5 કલાક લાગે છે. ફુલ ચાર્જ પછી તે 1.5 કલાકનું પ્લેબેક આપે છે.

8. ઝૂક રોકર થંડર XL: કિંમત ₹ 4,299

બિલ્ટ-ઈન એમ્પ્લિફાયરથી સજ્જ આ નાનકડું સ્પીકર 50 વૉટના સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. તેમાં 8 ઇંચનું વૂફર છે. તેમાં LED લાઈટસ, રેકોર્ડિંગ, વાયરલેસ માઇક, ઇકો અને રિમોટ કન્ટ્રોલ જેવા ફીચર્સ છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેને ચાર્જ થવામાં 5થી 6 કલાકનો સમય લાગે છે અને ત્યાબાદ તે 3થી 5 કલાક સુધી પ્લેબેક આપે છે. તેમાં 10 મીટરની બ્લુટૂથ રેન્જ મળે છે.

9. સાઉન્ડકોર ફ્લેયર: કિંમત ₹ 3,999

સાઉન્ડકોરના આ પોર્ટેબલ સ્પીકરમાં રાઉન્ડ શેપની ડિઝાઈન મળે છે. જેને કારણે તેમાં 360 ડિગ્રીનો અનુભવ મળે છે. તેમાં 12 વોટનું સાઉન્ડ આઉટપુટ અને 12 મીટરની વાયરલેસ રેન્જ મળે છે. નીચેની તરફ લાઈટ્સ આપી છે જે બીટ્સની સાથે કામ કરે છે. તેને IPX7 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, ફુલ ચાર્જ થયા પછી આ સ્પીકર 12 કલાક સુધી ચાલે છે

10. ઝેબ્રોનિક્સ ઝેબ-સ્પેસ જેક: કિંમત ₹ 3,999

ઝેબ્રોનિક્સનું આ સ્પીકર રફ-એન્ડ-ટફ દેખાય છે, તેમાં 40 વૉટનું સાઉન્ડ આઉટપુટ મળે છે એટલે કે પાર્ટીમાં ડીજેની અછત નહીં વર્તાય. તેમાં TWS ફંક્શન, LED લાઈટ્સ, LED ડિસ્પ્લે, માઈક્રોફોન ઈનપુટ જેક અને રિમોટ ક્ન્ટ્રોલ જેવા ફીચર્સ મળે છે. આ સ્પીકરનું વજન માત્ર 3.84 કિલો છે. યુઝર્સ સરળતાથી તેની હેર-ફેર કરી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ફુલ ચાર્જ થવામાં 5 કલાકનો સમય લાગે છે. ત્યારબાદ તે 6.5 કલાક સુધી કામ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફિલિપ્સ BT6900Bને IP57 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને શૉકપ્રૂફ પણ છે. ફુલ ચાર્જમાં તે 10 કલાકનું પ્લેબેક આપે છે.


from Divya Bhaskar https://ift.tt/30GTDIp

No comments:

Post a Comment