કોરોનાવાઈરસને લીધે હવે ન્યૂ નોર્મલમાં લોકોએ તેમની આવશ્યકતાઓ બદલી છે. હવે લોકો સ્વાસ્થ્યને લઈ વધારે સજાગ બન્યા છે. તો સેનિટાઈઝિંગને પણ મૂળ મંત્ર બનાવ્યો છે. તેને લીધે માર્કેટમાં UV સ્ટેરિલાઈઝરની ડિમાન્ડ વધી છે. આ સ્ટેરિલાઈઝર ગેજેટ્સ, શાકભાજી, માસ્ક સહિતની ડેઈલી યુઝ પ્રોડક્ટ ડિસઈન્ફેકટ કરે છે. જો તમે પણ UV સ્ટેરિલાઈઝર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવીશું એવા 10 UV સ્ટેરિલાઈઝર જે 3 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં અવેલેબલ છે. તો આવો જાણીએ UV સ્ટેરિલાઈઝરનું લિસ્ટ અને તેનાં સ્પેસિફિકેશન્સ...
1. બોક્સાનિયા UV સ્ટેરિલાઈઝર બોક્સ: કિંમત 1,110 રૂપિયા

આ UV સ્ટેરિલાઈઝર બોક્સમાં સ્માર્ટફોન, વોચ, માસ્ક, જ્વેલરી સહિતની અનેક ચીજ વસ્તુઓ સેનિટાઈઝ કરી શકાય છે. આ બોક્સ સેનિટાઈઝ સાથે દુર્ગંધનો પણ નાશ કરે છે. કંપનીનો દાવો છે કે તે 99.9% બેક્ટેરિયા અને વાઈરસનો નાશ કરે છે. તેમાં ઓટોમેટિક ડિસઈન્ફેકટન્ટ અને વન બટન ઓટોમેટિક ફ્રેગ્નન્સની સુવિધા મળે છે.
2. કોલમેટ પોર્ટેબલ UV સ્ટેરિલાઈઝર: કિંમત 1,599 રૂપિયા

આ UV સ્ટેરિલાઈઝરનું વજન માત્ર 65 ગ્રામ છે. તે 4 AAA બેટરી પર કામ કરે છે. તેને USB ચાર્જરથી ચાર્જ પણ કરી શકાય છે. તે 3 સેકન્ડમાં જ એક્ટિવ થઈ જાય છે. તેમાં બ્લૂ ઈન્ડિકેટર લાઈટ ઓન થયા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ UV સ્ટેરિલાઈઝર પોર્ટેબલ હોવાથી તેનો ઉપયોગ કોઈ પણ સર્ફેસ પર થઈ શકે છે. તે 99.9% વાઈરસ અને બેક્ટેરિયા નાશ કરે છે.
3. UVC મિની પોર્ટેબલ UV સ્ટેરિલાઈઝર લેમ્પ: કિંમત 1,549 રૂપિયા

ડોંગલ જેવો લુક આપતું આ UV સ્ટેરિલાઈઝરનો ઉપયોગ એકદમ સરળ બને છે. ડિવાઈસ સાથે કનેક્ટ થઈ તે ગણતરીની સેકન્ડમાં એક્ટિવ થઈ જાય છે. તેમાં અમેરિકન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બેક્ટેરિયા, વાઈરસ અને ફંગસ દૂર કરવામાં સક્ષમ છે.
4. સ્માર્સ પોર્ટેબલ ઈન્ટેલિજન્ટ UV સ્ટેરિલાઈઝર લેમ્પ: કિંમત 1,899 રૂપિયા

આ UV સ્ટેરિલાઈઝર રિમોટ જેવો લુક આપે છે. આ UV સ્ટેરિલાઈઝર 99.9% બેક્ટેરિયા અને વાઈરસનો નાશ કરે છે. તેનાથી ડેશબોર્ડ, કીબોર્ડ, કપડાં અને ગેજેટ્સ સેનિટાઈઝ કરી શકાય છે.
5. 4બ્યુટી હેલ્થજેનિક પોર્ટેબલ UV સ્ટેરિલાઈઝર બોક્સ: કિંમત 1,178 રૂપિયા

આ UV સ્ટેરિલાઈઝર બોક્સમાં માસ્ક, ફોન, વોચ અને મેકઅપ બ્રેશ સહિતની નાની આઈટેમ્સ મૂકી તને સેનિટાઈઝ કરી શકાય છે. તેમાં વાયરલેસ ચાર્જિંગનો પણ ઓપ્શન મળે છે. તે માત્ર 3 મિનિટમાં 99.9% બેક્ટેરિયા અને વાઈરસને નિષ્ક્રિય કરે છે. આ બોક્સમાં મેક્સિમમ 6.6 ઈંચનો ફોન સેનિટાઈઝ કરી શકાશે.
6.UV સ્ટેરિલાઈઝર બેગ (33 લીટર): કિંમત 2,249 રૂપિયા

આ બેગમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ, ગ્રોસરી, બ્યુટી પ્રોડક્ટ્સ અને સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સેનિટાઈઝ કરી શકાય છે. તેમાં એક સ્નેઈનલેસ સ્ટીલ વાયર રેક છે, જે સુનિશ્ચિત કરે છે કે બેગની અંદરની આઈટેમ્સની તમામ સર્ફેસ સેનિટાઈઝ થઈ છે. કંપનીનો દાવો છે કે ગણતરીની મિનિટોમાં તે 99.9% બેક્ટેરિયા અને વાઈરસનો નાશ કરે છે.
7. હોમશૉપ UV સ્ટેરિલાઈઝર બોક્સ: કિંમત 1,799 રૂપિયા

આ બોક્સ ઈન્ટેલિજન્સ ઓટો ઓફ કેપેબિલિટીથી સજ્જ છે. તેથી બોક્સ ઓપન કરતાં જ સેનિટાઈઝિંગની પ્રક્રિયા બંધ થઈ જશે. તેમાં 10 વૉટનું વાયરલેસ ચાર્જિંગ પણ મળે છે. તેમાં મેક્સિમમ 6.2 ઈંચ સુધીના મોબાઈલ ફોન રાખી શકાશે. આ બોક્સમાં mp3 પ્લેયર, બ્લુટૂથ હેડસેટ, ટૂથબ્રશ, વોચ, ચશ્માં, જ્વેલરી સહિતની વસ્તુઓ સેનિટાઈઝ કરી શકાશે.
8. હાઉસ ઓફ ક્વિર્ક પોર્ટેબલ UV સ્ટેરિલાઈઝર: કિંમત 2,499 રૂપિયા

આ એક ટ્રાવેલ સેનિટાઈઝર બેગ છે. તેમાં ફોન, લેપટોપ, વોચ, માસ્ક અને કપડાં સહિત અનેક આઈટેમ્સ સેનિટાઈઝ કરી શકાય છે.
9. ટ્રોસ્ટ UV સ્ટેરિલાઈઝર: કિંમત 1,699 રૂપિયા

આ UV સ્ટેરિલાઈઝરના ઉપયોગની ગેજેટ્સ પર કોઈ નકારાત્મક અસર થતી નથી. તેનાથી મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ, રમકડાં સહિતની વસ્તુઓ સેનિટાઈઝ કરી શકાય છે. તેનું વજન 200 ગ્રામ છે. તે 99.9% બેક્ટેરિયા અને વાઈરસ નાશ કરે છે.
10. સૂર્યા મેપલિન પોર્ટેબલ UV સ્ટેરિલાઈઝર: કિંમત 1,099 રૂપિયા

આ UV સ્ટેરિલાઈઝરની ક્ષમતા 5 વૉટની છે. તે 4 AAA બેટરી પર કામ કરે છે. કંપનીનો દાવો છે કે, 10થી 15 સેકન્ડમાં 99.9% બેક્ટેરિયા અને વાઈરસ નાશ પામે છે. તેને ફોલ્ડ પણ કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31xxwDD
No comments:
Post a Comment