HONOR MagicBook 15 લેપટોપ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યું છે. સ્ટાઈલિશ ડિઝાઈન, પાવરફુલ પફોર્મન્સ અને લેટેસ્ટ ટેક્નોલોજીને કારણે યુવાનોને પહેલી જ નજરે તે પસંદ પડી રહ્યું છે. લેપટોપ સેગમેન્ટમાં આ HONORનું પ્રથમ વેરિઅન્ટ છે, જે યંગ પ્રોફેશનલ અને સ્ટુડન્ટ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મલ્ટિટાસ્કિંગ અને હંમેશા લેટેસ્ટ ટેક્નોલોજી તેમજ ઈનોવેશન સાથે રહેનારા લોકો માટે આ લેપટોપ ખૂબ જ કામનું છે. HONORનું HONOR MagicBook 15 લેપટોપ ભારતનું પ્રથમ લેપટોપ છે, જે 3 બ્રેકથ્રૂ ટેક્નોલોજી સાથે લોન્ચ થયું છે અને તે પણ 50 હજાર રૂપિયાની કિંમત પર. તેની પ્રથમ ટેક્નોલોજી પોપ અપ વેબકેમ, બીજી 2-in-1 ફિંગર પાવર બટન અને ત્રીજી 65 વૉટ ટાઈપ-સી કોમ્પેક્ટ મલ્ટિ ડિવાઈસ ફાસ્ટ ચાર્જિંગ. તો આવો જાણીએ HONOR MagicBook 15ના તમામ ફીચર્સ વિશે, જેને લીધે તે લેપટોપ સેગમેન્ટમાં પોતાની અલગ ઓળખ બનાવશે.
આવું અલ્ટ્રા થિન અને લાઇટવેટ લેપટોપ નહીં જોયું હોય.
Honor MagicBook 15માં પોર્ટેબિલિટી અને પર્ફોર્મન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ અલ્ટ્રાથિન લેપટોપ છે અને તેની થિકનેસ ફક્ત 16.9mm છે. આ લેપટોપ વજનમાં એકદમ હલકું છે. તેનું વજન માત્ર 1.53 કિલો છે. એટલે કે તમે આ લેપટોપને કોઇપણ બેગમાં સરળતાથી કેરી કરીને ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેનું ચાર્જર પણ લાઇટવેટ છે અને તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. એક બીજી સારી વાત એ છે કે તેના ચાર્જરથી તમે તમારો Honor ફોન અથવા કોઈ અન્ય એવો ફોન જેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતું હોય તેને પણ ચાર્જ કરી શકો છો.
થોડી જ વારમાં ચાર્જ થઈ જાય છે, 30 મિનિટમાં 53% ચાર્જિંગ
ઘણીવાર લેપટોપ સાથે આ પ્રોબ્લેમ થાય છે કે, તેમાં ચાર્જિંગમાં ઘણો સમય લાગે છે. તેવામાં તમારો સમય વેડફાઈ છે. HONOR MagicBook 15માં આ સમસ્યાને દૂર કરવા માટે 65W ફાસ્ટ ચાર્જિંગ(ટાઈપ-સી)ની સુવિધા આપી છે. HONOR પ્રમાણે, 65Wનું ફાસ્ટ ચાર્જર માત્ર અડધો કલાકમાં 53% ચાર્જ કરી દે છે. તેની બેટરી લાઈફ ફુલ ચાર્જ થઇ ગયા પછી તમને 6.3 કલાક વીડિયો પ્લેબેક, 6.6 કલાક ઓફિસ યુઝ જે પછી 6.2 કલાક વેબ પેજ બ્રાઉઝિંગ આપે છે જે ઘણું જોરદાર છે.

પોપ અપ કેમેરા: પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખે
તમે પોપ અપ કેમેરા સ્માર્ટફોનની અંદર જોયો હશે અથવા સાંભળ્યું હશે. પ્રાઇવસી માટે પોપ અપ ટેક્નોલોજી ઘણી સારી સાબિત થાય છે. બધાની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને HONOR MagicBook 15માં પણ તમને પોપ અપ કેમેરા ટેક્નોલોજી મળે છે. આ કેમેરા કી-બોર્ડની અંદર આપવામાં આવ્યો છે, જે ત્યારે જ બહાર પોપ અપ થશે જ્યારે તમારે તેની જરૂર છે. એટલે કે જરૂરિયાત સમયે જ તમે કેમેરાને કામ કરવા માટે અલાઉ કરો છો. બાકી તે કીબોર્ડની અંદર જ રહે છે.
ફિંગરપ્રિન્ટ પાવર બટન પાસવર્ડ ફ્રી લોગ ઈન કરશે
HONOR MagicBook 15માં તમને 2-in-1 ફિંગરપ્રિન્ટ પાવર બટન મળે છે, જેથી તમારું લેપટોપ અન્ય કોઈ તમારી અનુમતિ વગર ઓન નહીં કરી શકે. આ બટન સુરક્ષા અને સ્ટાઇલને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે, જે યુઝર્સને ઘણું પસંદ પડશે. તેનાથી તમને પાસવર્ડ ફ્રી લોગ ઈન વિકલ્પ મળે છે. એટલે કે જે લોકો વારંવાર પાસવર્ડ એન્ટર કરવાની માથાકૂટથી બચવા ઈચ્છે છે તેમના માટે આ ઘણું કામનું છે.

ફુલ વ્યૂ ડિસ્પ્લે: મોટો સ્ક્રીન-ટુ- બોડી રેશિયો
આ લેપટોપ તમને 39.6cm (15.6”) ફુલ ડિસ્પ્લે અને 1920x1080 IPS FHD ડિસ્પ્લે, 16:9 આસ્પેક્ટ રેશિયો સાથે મળે છે. 5.3mmના અલ્ટ્રા થિન બેઝલ્સ જે લેપટોપના ટોપ અને બંને સાઇડ્સમાં મળે છે, તેને કારણે સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 87% મળે છે. સ્ટાન્ડર્ડ લેપટોપ્સની સરખામણીમાં આ બધાથી સારું છે. હજુ એક ખાસિયત એ છે કે HONOR MagicBook 15માં 178 ડિગ્રી સુધીનો વ્યૂઇંગ એન્ગલ મળે છે. સાથે જ આની એન્ટિ ગ્લેર સ્ક્રીન કોઈપણ રિફ્લેક્શનથી તમને ઘણા અંશ સુધી સુરક્ષા પ્રદાન કરે છે. HONOR MagicBook 15માં આવેલ કમ્ફર્ટ મોડ હાર્મફુલ લાઇટ્સથી તમારી આંખોને પ્રોટેક્ટ કરે છે. આ ખાસ ટેક્નોલોજી TUV Rheinland Certified છે.
એલ્યુમિનિયમ બોડીની સાથે સ્ટાઈલિશ અને પ્રીમિયમ ડિઝાઈન
HONOR MagicBook 15માં એલ્યુમિનિયમ બોડી અને Azure Blue Chamfer આપ્યું છે, જે ઘણું સુંદર અને આઈ-કેચિંગ છે. તેમાં ડેકોરેટિવ બેલેલ્ડ એજ છે અને બ્લૂ શીન તેને વધારે આકર્ષક બનાવે છે. આ કારણે તે ઇનોવેટિવ, સ્ટાઈલિશ અને પ્રીમિયમ દેખાય છે. આ લેપટોપ તમને ઘણું પ્રીમિયમ અને સ્ટાઈલિશ લુક્સ આપે છે જેને લઇને તમે દરેક જગ્યાએ શોઓફ કરવાથી હિચકિચાશો નહિ.
પર્ફોર્મન્સમાં પાવરફુલ
HONOR MagicBook 15માં AMD Ryzen 5 3500U પ્રોસેસર ની સાથે Radeon Vega 8 ગ્રાફિક પ્રોસેસર આપ્યું છે. આ કારણે લેપટોપ તમને જોરદાર પર્ફોર્મન્સ આપશે. તેમાં 8GB DDR4 Dual-Channel RAMથી સારી ટ્રાન્સમિશન સ્પીડ મળે છે અને 256GB PCIe NVMe SSDની ROM લાગેલી છે, જેનાથી તમને વધારે ફાસ્ટ સ્પીડ મળે છે. HONOR પ્રમાણે, PCIe લેટેસ્ટ જનરેશનની ટેક્નિક છે, જે તમને જૂનાં SATA SSDsની સરખામણીએ ઘણી વધારે સ્પીડ આપે છે. લેપટોપમાં 1 HDMI, 1 Type-C, 1 USB 3.0 અને 3.5mmનો હેડફોન જેક આપ્યો છે.

આકર્ષક કિંમત અને સારી ઓફર્સ
HONOR MagicBook 15 Mystic Silver વેરિઅન્ટમાં મળશે, તેની કિંમત 42,990 રૂપિયા છે. આ કિંમતમાં તે 6 ઓગસ્ટની મધ્યરાત્રિથી Flipkart પર અવેલેબલ છે. Flipkartના અર્લી એક્સેસ મેમ્બર્સ માટે આ સેલ 5 ઓગસ્ટે રાતે 8 વાગ્યાથી શરૂ થઇ ગયો છે.
ફર્સ્ટ સેલની ઓફર્સ: 3000નું ડિસ્કાઉન્ટ અને અન્ય ઘણા લાભ
પ્રથમ સેલ દરમિયાન HONOR MagicBook 15 3 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 39,990 રૂપિયામાં ઉપલબ્ધ થશે. CITI બેંક ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને ICICIબેંક ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 12 મહિના માટે નો EMIની સુવિધા મળશે અને પ્રોડક્ટ એક્સચેન્જ પર 13 હજાર રૂપિયાનું ઓફ મળશે. HONOR MagicBook 15માં Microsoft Windows 10 Home પહેલેથી ઇન્સ્ટોલ્ડ છે અને દરેક યુઝર્સને Microsoft 365 પર્સનલ સબસ્ક્રિપ્શનનું એક મહિના સુધી ફ્રીમાં ટ્રાયલ મળશે.
તમારા માટે ખાસ ‘રજિસ્ટર એન્ડ વિન’ કોન્ટેસ્ટ 2020
HONOR MagicBook 15ના ગ્રાહકોએ ‘રજિસ્ટર એન્ડ વિન’ કોન્ટેસ્ટ 2020માં ભાગ લેવા માટે 18002109999 નંબર પર કોલ કરવાનો રહેશે. આ કોન્ટેસ્ટમાં ગ્રાહકોને 1000 રૂપિયાની સુનિશ્ચત ગિફ્ટ મળશે. આ કોન્ટેસ્ટ ફર્સ્ટ સેલથી શરૂ થઈને 11 ઓગસ્ટ, 2020 સુધી ચાલશે અને વધુ જાણકારી માટે તમે HONOR Indiaની ઓફિશિયલ વેબસાઈટ પર ફોલો કરી શકો છો. આ ઓફર સીમિત સમય માટે છે અને શરતો લાગુ છે.
જો તમે HONOR MagicBook 15 લોન્ચ વિશે માહિતી મેળવવા માગતા હોવ તો આ લિંક પર ક્લિક કરો
Note: All trademarks, brand names are the property of their respective owners. T&C apply. Follow us on our official website www.hihonor.com/in and social media handles (Facebook, Twitter, Instagram and YouTube) for more information on brand, products, offers and contest details, etc.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Dp2Hce
No comments:
Post a Comment