
આજે દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. આજે લોકો એક બીજાના ફોન અને વોટ્સએપ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા હોય છે. આ વખતે તેમાં એક વધુ વસ્તુ ઉમેરવામાં આવી છે અને તે છે વ્હોટ્સએપ સ્ટિકર્સ. જો તમે પણ દેશભક્તિના જુસ્સાથી ભરેલા સ્વતંત્રતા દિવસના દિવસે કોઈને અભિનંદન આપવા માગતા હો તો તમે આ વ્હોટ્સએપ સ્ટિકર્સનો ઉપયોગ કરી શકો છો.
વ્હોટ્સએપ સ્ટિકર્સ ડાઉનલોડ કેવી રીતે કરવાં?
વ્હોટ્સએપ પર સ્વતંત્રતા દિવસ સ્ટિકર માટે થર્ડ પાર્ટી સ્ટિકર પેક ડાઉનલોડ કરી શકાય છે. જો તમે સ્વતંત્રતા દ્વસ માટે વ્હોટ્સએપ સ્ટિકર ડાઉનલોડ કરવા માગતા હો તો અહીં તમને સંપૂર્ણ પ્રોસેસ જણાવવામાં આવી છે કે વ્હોટ્સએપ સ્ટિકર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય.
વ્હોટ્સએપ સ્ટિકર્સ ડાઉનલોડ કરવાની પ્રોસેસ
- સૌપ્રથમ તમારા એન્ડ્રોઇન ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.
- હવે અહીં Independence Day WhatsApp Stikcers સર્ચ કરો.
- ત્યારબાદ રિઝલ્ટમાં જોવા મળતી તમારી કોઇપણ મનપસંદ એપ ડાઉનલોડ કરી લો.
- ડાઉનલોડેડ સ્ટિકર પેકને પ્લે સ્ટોર પર આપવામાં આવેલા ઓપન બટન પર ટેપ કરી લો.
- હવે આમાંથી તમે જે સ્ટિકર પેક એડ કરવા માગતા હો તે સિલેક્ટ કરીને Add to whatsApp બટન પર ક્લિક કરો.
- કન્ફર્મ કરવા માટે ફરીથી Add button પર ટેપ કરો.
- ત્યારબાદ તમારા વ્હોટ્સએપમાં Stickers એડ થઈ જશે.
- હવે વ્હોટ્સએપમાં જાઓ અને કોઇપણ ચેટમાં જઇને Sticker section ઓપન કરો.
- હવે એ સ્ટિકર પર જાઓ જેને તમે Add કર્યું હતું.
- સેન્ડ કરવા માટે Sticker પર ટેપ કરો.
આ બાબતોનું ધ્યાન રાખો
- તમારું વ્હોટ્સએપ લેટેસ્ટ વર્ઝનનું હોવું જોઇએ.
- ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોવી જોઇએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/320e9DA
No comments:
Post a Comment