
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામે ફાઈનલી વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું છે. કોરોનાકાળમાં યુઝર્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને ઝૂમ જેવી એપને ટક્કર આપવા કંપનીએ આ નવું ફીચર લોન્ચ કર્યું છે. એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે તેને લોન્ચ કરાયું છે.
સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને મેસેજની જેમ વીડિયો કોલિંગ પણ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હશે. કંપનીએ એપ્રિલ મહિનામાં જ આ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરશો?
- વીડિયો કોલિંગ માટે તમારે અન્ય યુઝરની પ્રોફાઈલ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ વીડિયો કોલિંગ આઈકોન પર ક્લિક કરી કોલિંગ કરી શકાશે.
- જોકે હાલ કંપનીએ માત્ર વન ટુ વન વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું છે. ગ્રૂપ કોલિંગ ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
- મજાની વાત તો એ છે કે તેમાં પિક્ચર ઈન પિક્ચર વીડિયો કોલિંગ સપોર્ટ મળે છે. અર્થાત યુઝર ચેટ સ્ક્રોલ કરતાં સમયે પણ કોલિંગની મજા માણી શકે છે.
- વોઈસ અને વીડિયો કોલિંગ સ્વિચ પણ કરી શકાશે.
થોડા દિવસ પહેલાં જ ટેલિગ્રામમાં નવાં ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તેમાં ન્યૂ ઈમોજી અને સ્ટિકર તેમજ સિક્યોરિટી અપગ્રેડ થઈ હતી. ટૂંક સમયમાં કંપની વીડિયો કોલિંગને ધ્યાનમાં રાખીને નવાં ફીચર લોન્ચ કરશે. ટેલિગ્રામ એપને પ્લે સ્ટોર પર 50 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.કમ્યૂનિકેશન કેટેગરીમાં એપ ચોથા નંબરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PVZUd5
No comments:
Post a Comment