
જાપાનીઝ ટેક કંપની સોની 6 ઓગસ્ટે ગ્લોબલ ઈવેન્ટમાં તેના અપકમિંગ હેડફોન WH-1000XM4 લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ તેનો પ્રમોશનલ વીડિયો લીક થયો છે. તે મુજબ સોનીના આ હેડફોનમાં HD નોઈઝ કેન્સલિંગ પ્રોસેસર મળશે અને જેસ્ચર કન્ટ્રોલ પણ મળશે.
સોની WH-1000XM4 હેડફોનનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ અપકમિંગ હેડફોનમાં 40mmના ડ્રાઈવર્સ મળશે.
- તેમાં ઈયરબડ્સની જેમ ઓટો વિયરિંગ ડિટેક્શન મળશે. અર્થાત યુઝર તેને માથા પર લગાવશે કે ઉતારશે તે પ્રમાણે મ્યૂઝિક પોઝ/પ્લે થશે.
- મ્યૂઝિક કન્ટ્રોલ માટે તેમાં સ્વાઈપ/જેસ્ચર કન્ટ્રોલ પણ મળશે.
- લીક થયેલાં વીડિયો અનુસાર તે ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા પણ સપોર્ટ કરશે.
- સારા મ્યૂઝિક એક્સપિરિઅન્સ માટે તેમાં ડ્યુઅલ નોઈઝ સેન્સર ટેક્નોલોજી મળશે.
- 10 મિનિટ ચાર્જ કરવા પર હેડફોન 5 કલાકનું બેકઅપ આપશે. તેને ફુલ ચાર્જ કરવા પર 30 કલાકની બેટરી લાઈફ મળશે.
- હેડફોનનાં બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2EF4PN7
No comments:
Post a Comment