
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 5 ઓગસ્ટે ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. આ ઈવેન્ટમાં કંપની તેની સ્માર્ટવોચ ‘ગેલેક્સી વોચ 3’ પણ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ સ્માર્ટવોચનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક ટિપ્સસ્ટર ઈવાન બ્લાસે ટ્વીટ કરી સ્માર્ટવોચનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન લીક કર્યાં છે.
ઈવાન બ્લાસે કરેલાં ટ્વીટ અનુસાર, સેમસંગની આ અપકમિંગ વોચના 2 સાઈઝ અને 2 રેમ એમ 2 અલગ અલગ પ્રકારનાં વેરિઅન્ટ લોન્ચ થશે. સ્માર્ટવોચનાં મિસ્ટિક બ્લેક, મિસ્ટિક સિલ્વર, બ્લેક લીથર અને પિંક લીથર કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
‘ગેલેક્સી વોચ 3’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ વોચમાં 41mm અને 45mm સાઈઝ ઓપ્શન મળશે. સાથે જ બ્લુટૂથ ઓનલી અને LTE ઓપ્શન પણ મળશે.
- લીક અનુસાર, ફોન કોલિંગ આન્સર ફીચર પણ સપોર્ટ કરશે. અર્થાત વોચની મદદથી યુઝર્સ વાત કરી શકશે.
- આ વોચ એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ પર સપોર્ટ કરશે.
- અન્ય સ્માર્ટવોચની જેમ આ વોચમાં પણ બ્લડ ઓક્સીજન લેવલ, હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગ, કેલરી બર્ન, સ્ટેપ્સ કાઉન્ટ ફીચર્સ મળશે.
- સેમસંગની આ અપમકિંમગ વોચમાં ECG (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી) સપોર્ટ મળશે.
- વોચમાં GPS સપોર્ટ પણ મળશે.
- સ્માર્ટવોચમાં 1GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
- આ વોચ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ હશે. તેની કિંમત 25,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/318Iijn
No comments:
Post a Comment