ગેજેટ ડેસ્કઃ ગૂગલે એક ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ ચિપ વિકસાવી છે. ગૂગલે દાવો કર્યો છે કે આ ચિપ સ્પીડના મામલે દુનિયાના સૌથી ઝડપી કમ્પયૂટરને સહેલાઈથી પાછળ ધકેલી શકે છે. આ ડિવાઇસને 'ક્વોન્ટમ સુપ્રીમસી' નામ આપવામાં આવ્યું છે. કંપની મુજબ દુનિયાનું સૌથી ઝડપી કમ્પ્યૂટર જે કામ કરવામાં 10 હજાર વર્ષ લગાડશે તે કામ ને આ ચિપ માત્ર 200 સેકન્ડમાં પૂરું કરી દેશે.
ગૂગલના CEO સુંદર પિચાઈએ આ ચિપને મોટી ઉપલબ્ધિ ગણાવી છે. જો ગૂગલનો આ દાવો સાચો પુરવાર થશે તો આ ટેક્નોલોજી કમ્પ્યૂટિંગની દુનિયાને સંપૂર્ણ રીતે બદલી નાખશે. પોપ્યુલર સાયન્ટિફિક જર્નલ 'નેચર'માં આ અંગે એક આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ આર્ટિકલમાં ગૂગલએ ખુલાસો કર્યો છે કે કંપનીએ એક નવું 54 ક્યુબિટ પ્રોસેસર બનાવ્યું છે. તેનું નામ 'સાઇકામોર' આપવામાં આવ્યું છે. તેને બનાવવા માટે છેલ્લાં 35 વર્ષથી ગૂગલના વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા હતા.
ગૂગલના CEO સુંદર પિચાઈએ બુધવારે ટ્વીટ કરીને ક્વોન્ટમ સુપ્રીમસી વિશે માહિતી આપીને તેને કંપનીની ઉપલબ્ધિ ગણાવી હતી. ટેક કંપની IBMએ ગૂગલના આ દાવાને ખોટો ગણાવ્યો છે. IBMના જણાવ્યા અનુસાર ગૂગલ મુજબ ક્યુબિટ પ્રોસેસરે જે ગણતરી કરી તેને કરવામાં 10 હજાર વર્ષ લાગે તે વાત ખોટી છે કારણ કે સુપર કમ્પ્યૂટર આ ટાસ્કને 2.5 દિવસમાં સોલ્વ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JhMEg4
No comments:
Post a Comment