Thursday, 24 October 2019

લાવાએ 'લાવા Z41' સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો, કિંમત 3,899 રૂપિયા

ગેજેટ ડેસ્ક: લાવા ઇન્ટરનેશનલ લિમિટેડે મંગળવારે ભારતીય બજારમાં તેનો સસ્તો સ્માર્ટફોન 'લાવા Z41' લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત માત્ર 3,899 રૂપિયા છે. ફોનનાં મિડનાઇટ બ્લૂ અને એમ્બર રેડ 2 કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનનું વેચાણ રિટેલ આઉટલેટમાં શરૂ કરવામાં આવ્યું છે. લોન્ચિંગ ઓફર અંતર્ગત ફોનની ખરીદી પર જિઓ સબસ્ક્રાઇબર્સને 1200નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 50GBનો એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે.

'લાવા Z41'નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 5MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 2MPનો કેમેરા આપવામાં આવ્યો છે.
  • આ ફોનમાં 1.4 ગીગા હર્ટ્ઝનું સ્પેક્ટ્રમ sc9832e પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ (ગો એડિશન) ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 1GB રેમ અને 16GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ 4G VOLTE, માઈક્રો USB પોર્ટ, વાઈફાઈ 802.11,બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
  • કંપનીના જણાવ્યા અનુસાર 4000 રૂપિયાથી ઓછી કિંમતવાળો આ પ્રથમ સ્માર્ટફોન છે, જેમાં રિઅલ ટાઈમ બોકે (bokeh) ફીચર, નાઈટ શોટ, સ્માર્ટ સ્લીપ અને બર્સ્ટ મોડ ફીચર આપવામાં આવ્યાં છે. આ ફોનમાં 2500mAhની બેટરી આપવામાં આવી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lava launches 'Lava Z41' smartphone in India, priced at Rs 3,899
Lava launches 'Lava Z41' smartphone in India, priced at Rs 3,899


from Divya Bhaskar https://ift.tt/2Weacrl

No comments:

Post a Comment